રિષભ પંતને થોડા વધુ પૈસા આપી દીધા !! 27 કરોડ રૂપિયા આપ્યા બાદ LSGના માલિકને થયો અફસોસ ??
ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025 સીઝનની બે દિવસીય મેગા ઓક્શન સાઉદી અરેબિયાના જેદ્દાહમાં ચાલી રહી છે. ત્યારે તેમાં ભારતીય ખેલાડીઓ ઉપર અત્યાર સુધી ક્યારેય ન વરસ્યા હોય એટલા રૂપિયા વરસ્યા છે. ખાસ કરીને ટીમ ઈન્ડિયાના વિકેટકિપર-બેટર ઋષભ પંતને લખનૌ સુપરજાયન્ટસે અધધ ૨૭ કરોડ રૂપિયા ચૂકવીને પોતાની ટીમમાં સામેલ કર્યો હતો. આ સાથે જ પંત આઈપીએલ ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બન્યો હતો. તેના પહેલાં આ રેકોર્ડ શ્રેયસ અય્યર (૨૬.૭૫ કરોડ)ના નામે હતો જે પંદર મિનિટમાં જ તૂટી જવા પામ્યો હતો. એકંદરે મોંઘા ભાવે વેચાવાના તમામ રેકોર્ડ આ બન્ને ખેલાડીએ તોડી નાખ્યા હતા.
પંતને લખનૌ સુપર જાયન્ટ્સ (એલએસજી)એ રૂ. 27 કરોડની બોલી લગાવીને ખરીદ્યો હતો. આ રીતે પંત IPL ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બની ગયો છે. જો કે, પંતને લીધા પછી, લખનૌ ફ્રેન્ચાઇઝીના માલિક સંજીવ ગોએન્કાએ કહ્યું કે પંતને થોડા વધુ પૈસા આપી દીધા છે. તેણે યોજના કરતાં વધુ પૈસા ખર્ચવા પડ્યા.
વાસ્તવમાં મામલો કંઈક એવો બન્યો કે હરાજી દરમિયાન લખનૌની ટીમે ઋષભ પંત માટે 20.75 કરોડ રૂપિયાની બોલી લગાવી હતી. અહીં દિલ્હી કેપિટલ્સ (DC) એ પંતને પરત લેવા માટે RTM કાર્ડનો ઉપયોગ કર્યો હતો.
દિલ્હીના RTM બાદ લખનઉનો મામલો ગડબડ્યો
અહીં, પંતને તેમની ટીમમાં સાલ કરવા માટે, લખનૌ ફ્રેન્ચાઇઝીએ પંતની બિડમાં રૂ. 6.25 કરોડનો વધારો કર્યો અને સીધી રીતે પંતની બોલી રૂ. 27 કરોડ કરી. આવી સ્થિતિમાં દિલ્હી બહાર નીકળી ગયું અને અંતે લખનૌની ટીમ જીતી ગઈ. આ રીતે પંતને લખનૌની ટીમે ખરીદ્યો હતો.
હરાજી બાદ મીડિયા સાથે વાત કરતા ગોએન્કાએ કહ્યું કે તેણે રિષભ પંતને થોડા વધુ પૈસા આપ્યા છે. સંજીવે કહ્યું, ‘તે અમારી યોજનાનો ભાગ હતો, તે અમારી યાદીમાં હતો. અમે તેના માટે 26 કરોડ રૂપિયા રાખ્યા હતા. તેથી 27 થોડી ઘણી છે પરંતુ અમને આનંદ છે કે અમે તે લીધો. તે એક અદ્ભુત ખેલાડી, ટીમ મેન અને મેચ વિનર છે. અમારા બધા ચાહકોએ તેના લખનૌનો ભાગ બનવાથી ખૂબ જ ખુશ થવું જોઈએ.