રિઝર્વ બેન્ક લોનધારકોને રાહત આપશે ? કાલે શું થશે ? વાંચો
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા ની 6 સભ્યોની મોનેટરી પોલિસી કમિટી આજે બુધવારે વ્યાજ દરો અંગેનો નિર્ણય જાહેર કરશે. તેની નીતિ તરફ બધાની નજર મંડાયેલી છે. ઈએમઆઈ ઘટશે કે નહીં તે બાબત જ મહત્વની હોય છે. ત્યારે લોનધારકોને ઘણી આશા છે.
રોઇટર્સના સર્વે અનુસાર, ભારતીય રૂપિયા માટેનો અંદાજ છેલ્લા મહિનાથી માંડ માંડ બદલાયો છે. કારણ કે રિઝર્વ બેંકે ભારતીય ચલણને એક સીમિત દાયરામાં રાખવાનો પ્રયાસ કર્યો છે..
જાપાનના કેરી ટ્રેડમાં અચાનક લિક્વિડેશનના પગલે વૈશ્વિક બજારોમાં તીવ્ર ઘટાડાથી મંગળવારે રૂપિયો પ્રતિ ડૉલર 83.96ની સર્વકાલીન નીચી સપાટીએ પહોંચ્યો હતો.
આરબીઆઈએ મે 2022થી ફેબ્રુઆરી 2023 વચ્ચે રેપો રેટમાં 2.5 ટકાનો વધારો કરીને 6.5 ટકા કર્યો હતો. ત્યારથી, છેલ્લી આઠ નાણાકીય નીતિ બેઠકોમાં વ્યાજ દરમાં કોઈ ફેરફાર કર્યો નથી.