રામલલ્લાનું પૂજન પોતાના ગામમાં જ કરવા રામ મંદિર ટ્રસ્ટની લોકોને વિનંતી
- 22મી જાન્યુ.એ અયોધ્યામાં લાખો લોકો ઉમટી પડશે
- 16મી તારીખથી જ વિવિધ પ્રસંગો શરૂ થઈ જશે
અયોધ્યામાં 22મી જાન્યુઆરીએ રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા પ્રસંગે લોકોને અયોધ્યા આવવાને બદલે પોતાના ગામ,શહેર કે વિસ્તારના રામ મંદિરોમાં જ ઉજવણી કરવા માટે રામ મંદિર ટ્રસ્ટના સેક્રેટરી ચંપત રાઈ એ વિનંતી કરી છે.એ દિવસે અયોધ્યામાં દેશભરમાંથી લાખો લોકો અયોધ્યામાં ઉમટી પડશે અને એ સંજોગોમાં યાત્રાળુઓ હેરાન ન થાય એ હેતુથી તેમણે આ અનુરોધ કર્યો હતો. તેમણે કહ્યું કે અમે બધા યાત્રાળુઓને મીઠાઈ ની ખાતરી નથી આપી શકતા પરંતુ પ્રસાદ અચૂક મળશે.એ જ રીતે યાત્રાળુઓને સંપૂર્ણ સુવિધાયુક્ત ભલે ન હોય પણ સુવા માટે સામાન્ય વ્યવસ્થા અચૂક થવાની તેમણે ખાતરી આપી હતી.
અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠાન 22 મી તારીખે થશે પણ એ પહેલા 16મી તારીખથી જ વિવિધ ધાર્મિક અનુષ્ઠાનો અને વિધિ વિધાનો શરૂ થઈ જશે.મુખ્ય વિધિ પંડિત લક્ષ્મીકાંત દીક્ષિત દ્વારા કરાવવામાં આવશે.
આ ભવ્ય મહોત્સવને ધ્યાનમાં રાખીને અયોધ્યામાં સુરક્ષા વ્યવસ્થા સઘન કરી દેવામાં આવી છે.શહેરમાં ઠેર ઠેર સીસીટીવી કેમેરા દ્વારા સુરક્ષા તંત્રો ચાંપતી નજર રાખી રહ્યા છે.સમગ્ર નગરી ઉપર રાઉન્ડ ધ કલોક નજર રાખવા માટે ડ્રોન નો ઉપયોગ કરાશે.દેશભરમાંથી 4000 સંતો આ પ્રસંગે ઉપસ્થિત રહેશે.
જમીન મકાનના ભાવમાં ત્રણ ગણો વધારો
રામ મંદિરે અયોધ્યાની સમૃદ્ધિના દ્વાર ખોલી નાખ્યાં છે. દેશભરના હોટેલિયર,બિલ્ડરો અને વ્યાપારીઓએ અયોધ્યામાં રોકાણ કરતાં જમીન મકાનના ભાવ ત્રણ ગણા વધી ગયા છે.અનેક નવી હોટેલો,ગેસ્ટ હાઉસ અને ધર્મશાળાઓ નિર્માણ પામી રહી છે.અયોધ્યાનું ઇન્ટરનેશનલ એરપોર્ટ આ મહિનાના અંત સુધીમાં તૈયાર થઈ જશે તેમ નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા એ જણાવ્યું હતું.
વિશાળ ટુરિઝમ સેન્ટર બનશે
સરકાર દ્વારા 4.40 એકર જગ્યામાં વિશાળ ટુરિઝમ ફેસિલિટેશન સેન્ટર બનાવવાનું આયોજન છે.તેમાં કોમર્શિયલ સેન્ટર,ટુરિઝમ ઓફિસ,આર્ટ એન્ડ ક્રાફટ સેન્ટર,ફૂડ કોર્ટ,શોપિંગ મોલ વગેરે બનાવવામાં આવશે.મંદિર પૂર્ણપણે તૈયાર થતાં હજુ બે વર્ષ લાગશે