Reliance Industries 48th AGM : રિલાયન્સ JIOનો IPO 2026માં આવશે,મુકેશ અંબાણીએ લિસ્ટિંગ અંગે આપી મોટી અપડેટ
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (RIL) 2026 ના પહેલા ભાગમાં તેની સૌથી મહત્વપૂર્ણ પેટાકંપની Jio પ્લેટફોર્મ્સને શેરબજારમાં લિસ્ટ કરવાની યોજના ધરાવે છે. કંપનીએ AGM દરમિયાન સંકેત આપ્યો છે કે Jioનો IPO આવતા વર્ષે એટલે કે 2026 માં આવી શકે છે. Jio પ્લેટફોર્મ્સના 50 કરોડથી વધુ ગ્રાહકો છે. કંપનીએ 5G, ફિક્સ્ડ બ્રોડબેન્ડ અને AI ટેકનોલોજીમાં મોટું રોકાણ કર્યું છે. Jioનું લિસ્ટિંગ રિટેલ રોકાણકારો માટે એક નવી મોટી તક ખોલશે. બજાર નિષ્ણાતોનો અંદાજ છે કે IPO દ્વારા કંપનીનું મૂલ્યાંકન 12-13 લાખ કરોડ રૂપિયા સુધી થઈ શકે છે.
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણીએ રિલાયન્સ જિયો 2026ના પ્રથમ ભાગમાં ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ (IPO) લોન્ચ કરશે તેવી જાહેરાત કરી હતી. રિલાયન્સની 48મી વાર્ષિક સામાન્ય સભામાં આ જાહેરાત કરતા તેમણે કહ્યું કે દસ વર્ષની સફરમાં જિયો 50 કરોડ ગ્રાહકો સુધી પહોંચવામાં સફળ રહ્યું છે. તેમણે આ આઇપીઓ રોકાણકારો માટે આકર્ષક તક બની રહેશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતું.જિયોની સિદ્ધિઓ વર્ણવતા તેમણે કહ્યું કે જિયો નેક્સ્ટ જનરેશન ટેકનોલોજીમાં આગળ વધી રહ્યું છે.
જિયોએ ભારતના ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો પાયો નાખ્યો છે. આધાર અને UPI જેવી પહેલોને સમર્થન આપીને જિયોએ ભારતનું ડિજિટલ ઇકોસિસ્ટમ મજબૂત કર્યું છે અને 100થી વધુ યુનિકોર્ન સ્ટાર્ટઅપ્સને ટેકો આપ્યો છે.
આ પણ વાંચો : યુપીના સંભલમાં હિન્દુઓની વસતિ 45 થી ઘટી 20 ટકા થઈ : રમખાણો અંગે તપાસ બાદ પંચનો અહેવાલ
અનેક નવી પ્રોડક્ટ્સ – વૈશ્વિક વિસ્તરણ
અંબાણીએ કહ્યું કે જીઓ હવે વિદેશમાં પોતાની કામગીરી વિસ્તારશે.” AI Everywhere for Everyone”ના ધ્યેય સાથે તે પોતાની આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટેકનોલોજી વિકસાવશે.જિયો સ્માર્ટ હોમ, જિયો ટીવી+, જિયો ટીવી OS અને ઓટોમેશન જેવી ડિજિટલ સેવાઓ દરેક ઘર સુધી પહોંચાડશે.આકાશ અંબાણીએ ‘જિયો પીસી’ની જાહેરાત કરી, જે ટીવી અથવા કોઈપણ સ્ક્રીનને AI-સક્ષમ કમ્પ્યુટરમાં ફેરવશે. આ ઉપરાંત, ‘જિયો ફ્રેમ્સ’ નામની AI-આધારિત વેરેબલ પ્લેટફોર્મ લોન્ચ કરવાની યોજના છે, જે બહુભાષી AI વૉઇસ આસિસ્ટન્ટ સાથે ભારતની જરૂરિયાતોને અનુરૂપ હશે.
