ફ્લાઈટના ભાડા ઘટાડવા એ પ્રાથમિકતા : ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુ
સામાન્ય માણસ માટે હવાઈ મુસાફરી સુલભ બને તે દિશામાં કાર્યવાહી
ભારતમાં ફલાઈટના ભાડા આસમાને આંબી રહ્યા છે ત્યારે નાગરિક ઉડ્ડયન પ્રધાન રામ મોહન નાયડુએ ગુરુવારે જણાવ્યું હતું કે હવાઈ ભાડામાં ઘટાડો કરવાની જરૂર છે અને તેમનો કાર્યકાળ સામાન્ય માણસ માટે હવાઈ મુસાફરીને સસ્તું બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરશે.
પત્રકારો સાથે વાત કરતા નાયડુએ કહ્યું, “મારો સંપૂર્ણ હેતુ એ સુનિશ્ચિત કરવાનો છે કે સામાન્ય માણસ માટે હવાઈ મુસાફરી સુલભ હોય. આને વાસ્તવિક બનાવવા માટે, ટીકીટના ભાવ પોસાય તેવા હોવા જોઈએ. મારી પ્રાથમિકતા હવાઈ ભાડાને નીચે લાવવાની રહેશે.”
વડાપ્રધાન મોદીના ‘હવાઈ ચપ્પલ સે હવાઈ જહાઝ તક’ના વિઝનનો પુનરોચ્ચાર કરતા તેમણે કહ્યું કે તેને વાસ્તવિકતા બનાવવા માટે ટિકિટના ભાવ પોષણક્ષમ હોવા જોઈએ.એરલાઇન્સનું કહેવું છે કે ભાડા સપ્લાય અને ડિમાન્ડ પર આધારિત છે.