કાશ્મીરમાં થતા આતંકવાદી હુમલા પાછળ કોનો હાથ વાંચો
- જવાનો પરના હુમલામાં ચીનની બનાવટના હથિયારો અને ઉપકરણોનો ઉપયોગ
કાશ્મીરમાં પાકિસ્તાનના આતંકવાદીઓ દ્વારા ભારતીય સેનાના જવાનો પરના હુમલામાં ચાઈનીઝ બનાવટના હથિયારો, બોડીસૂટ કેમેરા, હેન્ડ ગ્રેનેડ અને સંદેશા વ્યવહારના ઉપકરણોનો ઉપયોગ કરવામાં આવતો હોવાનો ચોકાવનારો ઘટ:સ્ફોટથયો છે. એ તો ખૂબ જાણીતું છે કે પાકિસ્તાનની સેનાને ચીનઆ હથિયારો અને ઉપકરણો પૂરા પાડે છે અને હવે તેનો ઉપયોગ કાશ્મીરમાં ભારતીય સેનાના જવાનો ઉપરના હુમલામાં થઈ રહ્યો છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર ભારતમાં ઘૂસવાનો પ્રયાસ કરતા આતંકવાદીઓ ચાઈનીઝ ટેકનોલોજીથી બનેલી સ્નાઈપર ગનનો પણ ઉપયોગ કરે છે. નવેમ્બર મહિનામાં જમ્મુ બોર્ડર ઉપર જવાનો પર થયેલા હુમલામાં સ્નાઈપર ગનનો ઉપયોગ થયો હોવાનું ખુલ્યું હતું.
છેલ્લા ત્રણ મોટા હુમલાઓની આતંકીઓએ વાયરલ કરેલી તસવીરો ચીનની બનાવટના બોડીસુટ કેમેરા વડે લેવામાં આવી હતી અને તેને એડિટ પણ કરવામાં આવી હતી. આ બધા ઉપકરણો ચીન દ્વારા પાકિસ્તાનને સપ્લાય કરવામાં આવે છે અને બાદમાં એ હથિયારો અને ઉપકરણો જૈશ એ મહંમદ અને લશ્કર એ તૈયબા જેવા આતંકીવાદી સંગઠનો સુધી પહોંચી જાય છે. અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરના હુમલામાં અમેરિકન બનાવટની એન 45 એસોલ્ટ રયફ્લનો પણ ઉપયોગ થયો હતો.
ચીનનું કાવતરું
સૂત્રોના જણાવ્યા અનુસાર ગલવાનની ઘટના બાદ લદાખમાં ભારતે સેનાનો જંગી જમાવડો કરી દેતા ચીન ભુરાયું થયું છે. ત્યાંથી સેનાનું ધ્યાન અન્યત્ર દોરવા તેમજ લદાખમાં ફોર્સ ઓછો કરી જમ્મુ કાશ્મીરમાં સૈનિકોને મોકલવા માટે ભારતને મજબૂર કરવાના હેતુથી ચીનના દોરી સંચાર હેઠળ જમ્મુ કાશ્મીરમાં ભારતીય સેના ઉપર હુમલાના બનાવો વધ્યા છે.