ગુજરાત વિકાસના કામ ઝડપથી આગળ વધારી શકે તે માટે તેને મોટી સહાયતા મળી ગઈ છે અને કેન્દ્ર સરકારે તમામ રાજ્યોને કેન્દ્રીય કર ભાગીદારી પેટે નીકળતી અબજો રૂપિયાની રકમ આપવાની મંજૂરી આપી દીધી છે. ગુજરાતને રૂપિયા 2537.59 કરોડ મળશે તેમ કેન્દ્રીય નાણા મંત્રાલય દ્વારા માહિતી અપાઈ હતી.
અહેવાલમાં જણાવ્યા મુજબ કેન્દ્ર સરકારે કર ભાગીદારી પેટે રાજ્યોને રૂપિયા 72961.21 કરોડ સામાન્ય તારીખ 10 નવેમ્બરને બદલે 7 નવેમ્બરે જ જારી કરવાની મંજૂરી આપી હતી. આ પગલાંથી રાજ્ય સરકારો તહેવારોની સિઝનમાં સમયસર ધન જારી કરી શકશે.
ઊત્તર પ્રદેશ આ લિસ્ટમાં ટોપ પર રહ્યું છે અને તેને રૂપિયા 13,088.51 કરોડ મળશે. ત્યારબાદ બિહારને રૂપિયા 7,338.44 કરોડની જંગી રકમ મળશે. ગુરત્નો આ લિસ્ટમાં 4 થો નંબર છે. કેરળ, ઝારખંડ, પંજાબ, રાજસ્થાન સહિતના રાજ્યોને પણ એમની નીકળતી રકમ મળી રહી છે.