Ranji Trophy: ઘર આંગણે સૌરાષ્ટ્ર સામે દેવદત્ત પડ્ડીકલ સદી ચૂક્યો,કરૂણ નાયરની શાનદાર બેટિંગ
બુધવારથી રાજકોટ સહિતના ક્રિકેટ સ્ટેડિયમ ઉપર રણજી ટ્રોફીની 91મી સીઝન શરૂ થઈ હતી. આ ટૂર્નામેન્ટમાં સૌરાષ્ટ્ર ઉપરાંત અલગ-અલગ રાજ્યની કુલ 38 ટીમ વચ્ચે ટક્કર થશે. દરમિયાન રાજકોટના નિરંજન શાહ ક્રિકેટ સ્ટેડિયમ ઉપર સૌરાષ્ટ્ર-કર્ણાટક વચ્ચે મુકાબલો શરૂ થયો હતો જેમાં કર્ણાટક વતિ દેવદત્ત પડ્ડીકલ સદી ચૂકી ગયો હતો તો કરુણ નાયર પણ શાનદાર બેટિંગ કરીને ઝળક્યો હતો.
મેચમાં કર્ણાટકે ટોસ જીતી પ્રથમ બેટિંગ પસંદ કરી હતી પરંતુ 26 રનમાં જ બે વિકેટ ગુમાવી હતી જેમાં નિકેન જોશ 12 અને કેપ્ટન મયંક અગ્રવાલ બે રન બનાવી પેવેલિયન પરત ફર્યા હતા. આ પછી દેવદત્ત પડ્ડીકલ અને કરુણ નાયરે મળીને સ્કોરને 172 રન સુધી લઈ ગયા હતા.
આ પણ વાંચો :હવે ઓળખ કે રહેઠાણના પુરાવા તરીકે રેશનકાર્ડ માન્ય રહેશે નહીં! સરકારે લીધો મોટો નિર્ણય,આ 2 જ વસ્તુઓ રેશનકાર્ડથી મળશે
આ વેળાએ કરુણ નાયર 73 રન બનાવી ધર્મેન્દ્ર જાડેજાની બોલિંગમાં એલબીડબલ્યુ આઉટ થતાં એક સુંદર ભાગીદારીનો અંત આવ્યો હતો. ત્યારપછી 195 રનના સ્કોરે દેવદત્ત પડ્ડીકલ પણ 96 રને ધર્મેન્દ્ર જાડેજાની બોલિંગમાં જ બોલ્ડ થયો હતો. પડ્ડીકલે 141 બોલમાં 11 ચોગ્ગાની મદદથી 96 તો કરુણે 126 બોલમાં નવ ચોગ્ગાની મદદથી 73 રન બનાવ્યા હતા.
