ભારતમાં પ્રત્યાર્પણથી બચવાના તહવ્વુર રાણાના છેલ્લા હવા ત્યાં પણ નિષ્ફળ
મુંબઈ હુમલાના આતંકીનો ન્યાય હવે ભારત કરશે
યુએસની સુપ્રીમ કોર્ટે ‘ ઈમરજન્સી એપ્લિકેશન ‘ નકારી દીધી
યુનાઇટેડ સ્ટેટ્સ સુપ્રીમ કોર્ટે 26/11ના મુંબઈ આતંકવાદી હુમલાના આરોપી તહવ્વુર રાણાની ભારતમાં પ્રત્યાર્પણનો વિરોધ કરતી “ઇમરજન્સી એપ્લિકેશન” નકારી દીધી હતી. અદાલતના એ આદેશને પગલે રાણાનું પ્રત્યાર્પણ હવે સુનિશ્ચિત બની ગયું છે. પાકિસ્તાની મૂળ ધરાવતા કેનેડિયન નાગરિક રાણાએ યુનાઇટેડ સ્ટેટ્સના સુપ્રીમ કોર્ટના એસોસિયેટ જસ્ટિસ અને નાઇન્થ સર્કિટ માટે સર્કિટ જસ્ટિસ સમક્ષ “ઇમરજન્સી એપ્લિકેશન ફોર સ્ટે” દાખલ કરી હતી.
રાણાએ તેનું ભારતમાં પ્રત્યાર્પણ યુનાઇટેડ સ્ટેટ્સના કાયદા અને યુનાઇટેડ નેશન્સ કન્વેન્શન એગેન્સ્ટ ટોર્ચરનું ઉલ્લંઘન કરતું હોવાની રજૂઆત કરી હતી. પોતે પાકિસ્તાની મૂળનો મુસ્લિમ હોય ભારતમાં ટોર્ચર નો ભોગ બની શકે છે તેવી દલીલ તેમણે કરી હતી. રાણાએ પોતે હૃદયરોગના હુમલા, પાર્કિન્સન રોગ સાથે જ્ઞાનાત્મક ઘટાડો, મૂત્રાશયના કેન્સરની શંકાસ્પદ ગાંઠ, સ્ટેજ 3 ક્રોનિક કિડની રોગ, અને ક્રોનિક અસ્થમા જેવી ગંભીર બીમારીઓથી પીડિત હોવાનું જણાવ્યું હતું. એ અપીલમાં જણાવ્યું હતું કે જો પ્રત્યાર્પણ કરવાનો આદેશ સ્થગિત નહીં કરવામાં આવે તો કોઈ પણ સમીક્ષા થશે નહીં, અને યુએસની અદાલતોનું અધિકારક્ષેત્ર ખતમ થઈ જશે અને અરજદાર ટૂંક સમયમાં મૃત્યુ પામશે.
જો કે સર્વોચ્ચ અદાલતે એ બધી દરિયો ફગાવી દઈ અને પ્રત્યાર્પણના આદેશને સ્થગિત કરવાનો ઇનકાર કરી દેતાં બચવા માટેના રાણાના છેલ્લા હવાતિયાં પણ નિષ્ફળ સાબિત થયા છે. નોંધનીય છે કે વડાપ્રધાન મોદીની અમેરિકાની મુલાકાત સમયે ટ્રમ્પે પણ
રાણાની ભારતને સોંપણી કરી દેવાની જાહેરાત કરી હતી. 64 વર્ષનો મુનવ્વર રાણા 26 /11ના મુંબઈ પરના આતંકવાદી હુમલાના મુખ્ય ષડયંત્રકાર પાકિસ્તાની અમેરિકન ડેવિડ કોલમેન હેડલી સાથે સંકળાયેલો છે.
એ ગુના બદલ ભારતમાં તેની સામે કેસ નોંધવામાં આવ્યો છે.