રાજકોટના ‘વર્કઆઉટ વોરિયર્સ’, ભરે છે હેલ્ધી રહેવાનો જોશ! ઓબેસીટી દૂર કરી, ન ચાલતાં સભ્યો પણ 42 કિમી દોડી આવ્યા
125 કિલો વજન ધરાવતાં આદિત્યએ 25 કિલો વજન ઉતારી 42 કિલો ફૂલ મેરેથોન દોડી તો બ્લડ પ્રેશર,ડાયાબીટીસ અને ફેટી લીવરનાં રોગને દૂર કરી લલિત રાખોલીયાએ 42 કી. મી.ની દોડ સડસડાટ પુરી કરી ને સમીર કથીરિયા નામના તબીબએ પ્રથમ વખત સ્ટ્રેનથને મજબૂત બનાવી 42 કી.મી સુધીની છલાંગ લગાવી શક્યા… આ મિશન માટે સુપરપાવર બન્યું છે રાજકોટનું વર્કઆઉટ વોરિયર્સ ગ્રુપ.રાજકોટનાં રેસકોર્સમાં ઇન્ડોર સ્ટેડિયમ પાસે સપ્તાહમાં બે વખત માત્ર હેલ્થ અવરનેસ માટે એક પણ રૂપિયો લીધા વિનાં સાયકલીસ્ટ અને રનર્સ ગ્રુપનાં સભ્યો માટે ચલાવે છે.

સાયકલિસ્ટ પરેશ બાબરીયાની દીર્ઘદ્રષ્ટિથી વિજય દોનગા, નિમેશ ખૂંટ, જીનેશ અજમેરા અને આરતીબેન ચાપાણી સહિત સભ્યોની ટીમએ વર્કઆઉટ વોરિયર્સ કલબ શરૂ કરેલ છે.ખાસ કોઈ યોજના ન હતી પણ સાયકલ અને રન માટે આ સભ્યો અહીં ભેગા થઈ સ્ટ્રેનથ માટે એક્સસાઈઝ કરતાં કરતાં ધીમે ધીમે સભ્યો વધતા ગયા ને એક મોટું હેલ્ધી ગ્રુપ બની ગયું. દર બુધવાર અને શનિવારે સવારે 6 થી 7 અહીં વર્કઆઉટ કરવામાં આવે છે.10 ગ્રુપથી શરૂ થયેલા આ ગ્રુપમાં 160થી વધુ મેમ્બર્સ બની ગયા છે. “વોઈસ ઓફ ડે” સાથેની ખાસ મુલાકાતમાં સભ્યો એ કહ્યું કે, આ વર્કઆઉટ વોરિયર્સ અનેક સભ્યોની મેરેથોન, સાયકિંલગ અને રિંનગ ખાતે પ્રેરણા બન્યું છે.એક સમયે બિઝનેસમેન અને ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ દ્વારા શરૂ કરવામાં આવેલા વર્કઆઉટમાં શહેરીજનો આવે છે.પરેશ બાબરીયા કહે છે કે, દર સપ્તાહમાં 150 મિનિટનું વર્કઆઉટ કરવાની સલાહ ડોક્ટરો આપે છે.

પગ જ્યારે ચાલતાં બંધ થાય છે ત્યારે રોગ શરીરમાં એન્ટ્રી કરે છે. વર્કઆઉટ દ્વારા અમે સ્ટ્રેિંચગ, ડબલ્સ, મેડિટેશન અને અલગ અલગ એક્સરસાઈઝ કરાવીએ છીએ. અહીં માત્ર કસરત કરવા આવતા લોકો હવે દોડવા લાગ્યા છે જે લોકો ચાલી શકતાં ન હતા તેઓએ તાજેતરમાં અમદાવાદમાં અદાણી મેરેથોનમાં 42 કીમી સુધી દોડી આવ્યા છે તો હવે અનેક સભ્યો અમારી સાથે સાયકિંલગ કરવા આવે છે. લોકો હેલ્થ માટે જાગૃત થયા છે એ જ અમારું મિશન છે.
આ પણ વાંચો :સાહેબ, મોંઘવારી-પ્રદૂષણ વધી ગયા હોવાથી વડાપ્રધાનના પોસ્ટર ઉપર મેં સ્યાહી ફેંકી! રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે કરતૂત કરનારને શોધી કાઢ્યો

વિજયભાઈ અને જીનેશભાઈ કહે છે કે,માત્ર 2 દિવસ કસરત સિવાય પરેશભાઈ આખા વિકનું શેડયુઅલ પોસ્ટ કરે છે. જે મુજબ મેમ્બર્સ પોતાની રીતે એક્સરસાઈઝ કરે છે.2016થી સાયકિંલગ કરનાર અને અનેક વર્લ્ડ રેકોર્ડ રચનાર આરતી ચાપાણી તેમજ નિમેષભાઈના મત મુજબ અમારું વર્કઆઉટ ગ્રૂપ સારી તંદુરસ્તી તો આપે છે પણ અહીં સુખ દુખનાં સાથી એવા મિત્રો પણ મળે છે.રાજકોટનું “વર્કઆઉટ વોરિયર્સ” ગ્રુપ અહીં વજન ઘટાડવાથી લઈને ફુલ મેરેથોન સુધીની સફર, રોગોથી મુક્ત જીવન અને મિત્રતાની મજબૂત સાંકળ બધું એક સ્થળે, એક જ મિશન સાથે જોવા મળે છે. માત્ર હેલ્થ અવેરનેસના ઉદ્દેશ્યથી શરૂ થયેલું આ ગ્રુપ આજે અનેક માટે જીવન બદલી નાખનાર પ્રેરણા બની ગયું છે.
