Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

રાજકોટનો કોટેચા ચોક…અહીંથી પસાર થવું એટલે ‘સજા’

Thu, September 5 2024
  • જ્યાં મીગ વિમાન મુકાયું છે ત્યાં હવે સાચે જ વિમાન લઈને જ નીકળવું પડે તેવી નોબત…!
  • સવાર-સાંજ જાણે કે કારનું પાર્કિંગ હોય તેવી રીતે થાય છે ખડકલા: ટુ-વ્હીલર ચાલકો તો એવા ફસાય છે કેરસ્તો’ જ નથી જડતો
  • વોઈસ ઓફ ડે’એ આ ન્યુસન્સને દૂર કરવા અનેક સુચન આપ્યા પણ તંત્રએ માત્રને માત્ર બણગા જ ફૂંક્યે રાખ્યા
  • છેલ્લા એક સપ્તાહથી મહિલા કોલેજ અન્ડર બ્રિજ તરફથી કેકેવી સર્કલ તરફ ભયાનક ટ્રાફિકજામ છતાં સંચાલન માટે મુકાયા છે માત્ર ત્રણ વૉર્ડન

રાજકોટમાં ગમે એટલા મ્યુનિસિપલ કમિશનર બદલાય કે ગમે એટલા પોલીસ કમિશનર બદલાય કે પછી ગમે એટલા ટ્રાફિક ડીસીપી બદલાય ટ્રાફિક સમસ્યા ક્યારેય બદલાવાનું નામ લઈ રહી નથી ! અમુક અમુક વિસ્તારોમાં તો એ હદે ટ્રાફિકજામ સર્જાઈ રહ્યો છે જાણે કે લોકોને રીતસરનીસજા’ મળી રહી હોય ! આવો જ એક વિસ્તાર છે કોટેચા ચોક…આમ તો આ રોડને ગૌરવપથ ગણીને તંત્રવાહકો પોતાની છાતી ગજ ગજ ફુલાવી રહ્યા છે પરંતુ જો તેઓ એકાદ વખત અહીંથી પસાર થાય અને ટ્રાફિકજામમાં ફસાય તો તેમની છાતીના પાટિયા ઘડીના છઠ્ઠા ભાગમાં બેસી જશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી !! વળી, મોટા ઉપાડે અહીં મીગ વિમાન મુકવામાં આવ્યું છે જે જોઈને લોકો કહી રહ્યા છે કે હવે તો સાચે જ અહીંથી વિમાન લઈને નીકળવું પડશે !

વોઈસ ઓફ ડે’ દ્વારા તા.૪-૯-૨૦૨૪ના ડ્રોન મારફતે કોટેચા ચોકમાં ટ્રાફિક જામની તસવીર લેવામાં આવી છે.

પ્રથમ દૃષ્ટિએ આ તસવીર જુઓ તો એમ જ લાગશે કે આ કોઈ કારનું પાર્કિંગ છે પરંતુ એવું બિલકુલ નથી. આ તસવીર તો લોકો પોતાના ગંતવ્ય સ્થાન સુધી પહોંચવા માટે ટ્રાફિકજામમાં ફસાઈ ગયા છે તેની છે !! બેશરમ તંત્રવાહકોએ આ તસવીરને નીરખીને જોવી જોઈએ કેમ કે તેમના પાપે જ અત્યારે લોકો આ સમસ્યા ભોગવી રહ્યા છે. કોટેચા ચોકમાં સવાર-સાંજ ભાગ્યે જ એવું બનતું હશે કેઆ રીતનો ટ્રાફિકજામ થઈ રહ્યો ન હોય.વોઈસ ઓફ ડે’ દ્વારા આ ન્યુસન્સને દૂર કરવા અનેક સુચનો આપ્યા પરંતુ તંત્રએ માત્રને માત્ર બણગા ફૂંકીને પોતાનું ઉલ્લું સીધું કરવાનું જ મુનાસીબ માન્યું હતું.

છેલ્લા એક સપ્તાહથી મહિલા કોલેજ અન્ડર બ્રિજ તરફથી કેકેવી સર્કલ તેમજ ઈન્દીરા સર્કલ તરફ જનારા વાહનોને ટ્રાફિકજામના રૂપમાં તાલીબાની સજા મળી રહી છે પરંતુ તંત્રવાહકોના પેટનું પાણી હલવાનું નામ લઈ રહ્યું નથી. અહીં ટ્રાફિક સંચાલન માટે બે-ત્રણ વોર્ડન અને બે ટ્રાફિક પોલીસ મેનને મુકી દેવામાં આવ્યા છે જેમનું કશું જ ઉપજી રહ્યું નથી. પરિણામે લોકોને પોતાની પીઠ પર આ ચાબુક દરરોજ ખમવી પડી રહી છે.

ડીસીપી ટ્રાફિકે કહ્યું, કંઈક રસ્તો કાઢશું !
`વોઈસ ઓફ ડે’ દ્વારા આ અંગે ડીસીપી (ટ્રાફિક) પૂજા યાદવને પૂછવામાં આવતાં તેમણે કહ્યું હતું કે આ અંગે કંઈક રસ્તો કાઢવામાં આવશે. જો કે શું રસ્તો કાઢવામાં આવશે તેને લઈને તેમણે કોઈ જ પ્રકારનો ફોડ પાડ્યો ન્હોતો. તેમણે પણ સ્વીકાર કર્યો કે કોટેચા ચોકમાં ટ્રાફિકજામ થઈ રહ્યાની ફરિયાદો પોલીસને મળી રહી છે. જો આટઆટલી ફરિયાદો મળી રહી હોય તો પછી શા માટે કાર્યવાહી કરવામાં આવતી ન હોય તે પણ એક યક્ષપ્રશ્ન છે ! શું પોલીસ પાસે આ સમસ્યાનો કોઈ જ ઉકેલ નહીં હોય કે પછી તેને લોકોને આ સજામાંથી મુક્તિ મળે તેની ઈચ્છા નહીં હોય ? આ રોષ શહેરીજનો વ્યક્ત કરી રહ્યા છે.

બને એટલી ઝડપથી પોલીસ સાથે સંકલનમાં રહીને કાર્યવાહી કરાશે: આજે જ ટીમને તપાસ માટે મોકલીશ
મ્યુનિસિપલ કમિશનર ડી.પી.દેસાઈએ `વોઈસ ઓફ ડે’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે તાજેતરમાં જ પોલીસ કમિશનર સાથે ટ્રાફિક સંબંધિત બેઠક મળી ત્યારે મહાપાલિકા દ્વારા કહેવાયું હતું કે કોઈ સર્કલ નાનું કરવાથી ટ્રાફિક સમસ્યા ઘટી શકે તેમ હોય તો સૌથી પહેલાં તેને નાનું કરાશે. કોટેચા ચોક સર્કલ નાનું કરવાની જરૂરિયાત ઘણા સમયથી વર્તાઈ રહી છે એટલા માટે બને એટલી ઝડપથી પોલીસ સાથે સંકલનમાં રહીને કાર્યવાહી કરવામાં આવશે. દરમિયાન હું આજે જ ટીમને સ્થળ પર તપાસ કરવા માટે મોકલીશ.

Share Article

Other Articles

Previous

લા નીનાની અસર વહેલી શરુ : ઠંડી ભુક્કા બોલાવશે, જાણો હવામાન વિભાગની આગાહી વિશે

Next

કલ્પધર: હે તીર્થંકર પરમાત્મા ! તમે સર્વસ્વ છો, હું શૂન્ય છું

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
12 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
Most Share
ઇન્ટરનેશનલ
UAEમાં ભ્રામક વીડિયો પોસ્ટ કરનાર 19 ભારતીયો સહિત 35ની ધરપકડ: જાણો કેટલી થશે સજા અને કેટલો દંડ ભરવો પડશે?
19 કલાક પહેલા
લાપસીના આંધણ મૂકો…હોર્મુઝ સ્ટ્રેટ પાર કરીને સુરક્ષિત રીતે LPG લઇને ‘શિવાલિક’ જહાજ મુન્દ્રા પોર્ટ પર આવી પહોંચ્યું
19 કલાક પહેલા
હોર્મુઝ સ્ટ્રેટ પાર કરીને સુરક્ષિત રીતે 45000 ટન LPG લઇને શિવાલિક જહાજ મુન્દ્રા બંદરે આવી પહોંચ્યું
20 કલાક પહેલા
આપઘાત પૂર્વેના રાજકોટ AIIMS ઇન્ટર્ન તબીબના આખરી શબ્દો ‘ઇસ નોટ કો ડાઇંગ ડિક્લેરેશન માના જાએ’, 5 તબીબની ધરપકડ કરી જેલ હવાલે કરાયા
20 કલાક પહેલા
Categories

નેશનલ

2992 Posts

Related Posts

IPLથી ટીમ ઈન્ડિયાના ઘાયલ્સ’ની થશે વાપસી
સ્પોર્ટ્સ
2 વર્ષ પહેલા
પશ્ચિમ બંગાળના મીદનાપુરમાં મતદાન હિંસક, ભાજપ અને TMCના કાર્યકરો વચ્ચે ટક્કર, તૃણમુલના એક કાર્યકરનું મોત
બ્રેકિંગ ન્યૂઝ
2 વર્ષ પહેલા
મધ્યપ્રદેશમાં ગંભીર દુર્ઘટના : ટ્રકની ટક્કર બાદ કારનું કચ્ચરઘાણ વળી જતા એક જ પરિવારના 9 સભ્યોના મોત
બ્રેકિંગ ન્યૂઝ
10 મહિના પહેલા
સુરતમાં નોન-ઈન્ટરલોકીંગ કામગીરીના લીધે રાજકોટ આવતી-જતી ટ્રેનોને અસર
રાજકોટ
3 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર