રાજકોટના આરોગ્ય કેન્દ્રો ભગવાન ભરોસે જ ચાલે છે !! લાલિયાવાડીનો પર્દાફાશ, અધિકારી કેન્દ્રની મુલાકાતે જતાં નથી
- અધિકારી ક્યારેય કેન્દ્રની મુલાકાતે જતાં નથી, સુવિધા કેટલી છે, દુવિધા કેટલી છે તેની ખરાઈ કરવાનો પણ સમય નથી
- દર્દીઓના લાભાર્થે મશીન મૂકાયા કે નહીં તેવું પૂછાય તો આજે આવશે, કાલે આવશે તેવા જવાબ આપે છે
- વિજિલન્સ તપાસ થાય તો મોટા કૌભાંડ ખુલશેઃ ભાજપના જ કોર્પોરેટર વિનુ ધવાએ જનરલ બોર્ડમાં બોલાવી સટાસટી
રાજકોટ ભાજપના આખાબોલા કોર્પોરેટર અને પૂર્વ શાસક પક્ષ નેતા વિનુભાઈ ધવાએ જનરલ બોર્ડની કાર્યવાહી કરમિયાન આરોગ્ય કેન્દ્રમાં ચાલતી લાલિયાવાડીનો પર્દાફાશ કરી નાખતાં બેઠામાં હાજર આરોગ્ય અધિકારી સહિતના ચોકી ઉઠ્યા હતા. વિનુભાઈ ધવાએ પ્રશ્નોત્તરીની ચર્ચા દરમિયાન સ્પષ્ટ કહી દીધું હતું કે શહેરના આરોગ્ય કેન્દ્રો ભગવાન ભરોસે જ ચાલી રહ્યા છે.
તેમણે કહ્યું કે આરોગ્ય અધિકારી ક્યારેય આરોગ્ય કેન્દ્રની મુલાકાતે જઈ રહ્યા નથી. તેમણે મ્યુ.કમિશનરને કહ્યું કે તમે જ પૂછો કે આરોગ્ય અધિકારીએ આરોગ્ય કેન્દ્રની વિઝિટ ક્યારે કરી ? આ સાંભળી અધિકારીઓમાં સોપો પડી ગયો હતો. વિનુભાઈએ ઉમેર્યું કે આરોગ્ય કેન્દ્રમાં કેટલી સુવિધા છે. કેટલી દુવિધા છે તે જોવાની જવાબદારી આરોગ્ય અધિકારીની હોય છે પરંતુ તેમણે ક્યારેય આ દિશામાં ધ્યાન આપ્યું જ નથી. નગરસેવકો હારા જ્યારે આરોગ્ય વિભાગના અધિકારીઓને પૂછવામાં આવે કે દર્દીઓના લાભાર્થે જે મશીન મુકવાના હતા

તે ક્યારે આવવાના છે ? આ પ્રશ્નનો જવાબ એવો આપવામાં આવે છે કે એ મશીન આજે અથવા કાલે આવી જશે! આરોગ્ય કેન્દ્ર મામલે વિજિલન્સ તપાસ કરવામાં આવે તો અનેક કૌભાંડનો પર્દાફાશ થશે તેવો ગર્ભિત ઈશારો પણ તેમણે કર્યો હતો.
આયુષ્યમાન કાર્ડ માટે લોકો બહુ જ હેરાન થઇ રહ્યા છે: જીતુ કાટોળિયા
ભાજપના કોર્પોરેટર જીતુભાઈ કાટોળિયાએ પણ જનરલ બોર્ડ દરમિયાન અધિકારીઓને કહ્યું હતું કે આયુષ્યમાન કાર્ડ માટે લોકો રીતસરના હેરાન થઈ રહ્યા છે. ઈભરજન્સી હોવા છતાં કાર્ડ નીકળતું નથી જેના કારણે આમથી તેમ ભટકવું પડી રહ્યું છે ત્યારે આ કાર્ડ ઝડપથી નીકળી શકે તેવી વાવસ્થા કરવી જોઈએ, જો કે આ સાંભળી ભાજપના જ કોર્પોરેટરો અંદરોઅંદર વાત કરવા લાગ્યા હતા કે આ પ્રશ્ન તો સરકારને કરવો જોઈએ કે નહીં?!