આવી છે રાજકોટ જિલ્લા પંચાયતની નવી જગ્યા : જ્યાં જજ બેસતા ત્યાં એકાઉન્ટન્ટ અને આરોપી ઉભા રહેતા ત્યાં પ્યુન
રાજકોટના રેસકોર્સ પાસે આવેલું રાજકોટ જિલ્લા પંચાયતનું બિલ્ડીંગ ટૂંક સમયમાં પાડીને પાધર થવાનું છે અને ત્યાં અંદાજે ૩૭ કરોડ રૂપિયાના ખર્ચે નવું અદ્યતન બિલ્ડીંગ બનવાનું છે.આ કારણોસર જિલ્લા પંચાયતની વહીવટી કચેરીનું સ્થળાંતર હોસ્પિટલ ચોકમાં આવેલી જૂની કોર્ટની બહુમાળી ઈમારતમાં થયુ છે.
અહી જ્યાં જજ બેસતા ત્યાં એકાઉન્ટ શાખા બેસવા લાગી છે અને જ્યાં કોર્ટ કાર્યવાહી થતી તે રૂમમાં વહીવટી સ્ટાફ બેસવા લાગ્યો છે. જ્યાં કેસની સુનાવણી દરમિયાન આરોપીને ઉભો રાખવામાં આવતો તે પીંજરામાં અત્યારે પ્યુન બેસવા લાગ્યા છે. બધાને આ નવી જગ્યા થોડા સમયમાં ફાવી જશે કારણ કે અહી ઓછામાં ઓછા બે વર્ષ જેટલો સમય કાઢવાનો છે.