Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Lavajam 2025
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

રાજકોટ : ઇડીની 18 કલાકની પૂછતાછમાં સાગઠિયાને કડકડતી ઠંડીમાં પરસેવો છૂટી ગયો

Fri, January 17 2025

ઈડીના ડાયરેક્ટર પ્રમોદ કુમાર સહિતની ટીમે સસ્પેન્ડ પૂર્વ ટીપીઓ મનસુખ સાગઠિયાની જેલના વેઇટિંગ રૂમના બંધબારણે બે દિવસ સુધી પૂછતાછ કરી : અનેક મોટા માથા સુધી રેલો પહોંચવાની શક્યતા

રાજ્યભરમાં ચર્ચાસ્પદ બનેલા ટીઆરપી ગેઇમઝોન અગ્નિકાંડમાં જેલમાં રહેલા મનપાના સસ્પેન્ડ પૂર્વ ટીપીઓ મનસુખ સાગઠિયા પાસેથી મળી આવેલી 60 ગણી બેનામી સંપતિ મામલે ઇડીએ કોર્ટમાંથી પરવાનગી લઇ તપાસ શરૂ કરી હતી.અને જેલમાં જઈ ઇડીના ડાયરેક્ટર પ્રમોદકુમાર બિરલા તેમજ તેમના બે આસિસ્ટન્ટ એમ કુલ ત્રણ અધિકારીઓએ મનસુખ સાગઠિયાની 18 કલાક સુધી પૂછતાછ કરી હતી.જેથી આ પૂછતાછમાં અનેક નાના-મોટા માથાઓને રેલો આવે તેવું જાણવા મળી રહ્યું છે.

આ અંગેની વિગત એવી છે કે, કાલાવડ રોડ પર આવેલા ટીઆરપી ગેઇમઝોન અગ્નિકાંડમાં 27 વ્યક્તિનાં મૃત્યુ નીપજ્યાં હતાં અને પોલીસે ગેઇમ ઝોનના સંચાલકો વિરુદ્ધ ગુનો નોંધી ધરપકડ કરી હતી. આ અંગેની તપાસમાં સૂત્રધાર તરીકે મનપાના ટીપીઓ મનસુખ સાગઠિયા હોવાનું ખૂલ્યું હતું અને પોલીસે મનસુખ સાગઠિયા, ફાયર ઓફિસર ભીખા ઠેબા સહિત 15 શખસની ધરપકડ કરી જેલમાં ધકેલી દીધા હતા.તેમજ પૂર્વ ટીપીઓ મનસખુ સાગઠિયા સામે એસીબીએ તપાસ હાથ ધરી હતી.જેમાં મનસુખ ધનાભાઈ સાગઠિયાએ ફરજ દરમિયાન પોતાના જાહેર સેવક તરીકેના હોદ્દાનો દૂર ઉપયોગ કરી ગેરકાયદેસર રીતે આવક કરતા વધુ નાણાં મેળવી મિલકતોમાં રોકાણ કર્યું હોવાનું એસીબીની તપાસમાં સામે આવ્યું હતું. એસીબીની તપાસ દરમિયાન સાગઠિયાની કાયદેસરની કુલ આવક રૂ.3,86,85,647ની સામે પોતાના તથા પોતાના પરિવારજનોના નામે કુલ રૂપિયા 28,17,93,981નું સ્થાવર/જંગમ મિલકતમાં રોકાણ ખર્ચ કરી હોવાનું સામે આવ્યું હતું. સાગઠિયાએ પોતાની આવક કરતા 628.42 ટકા વધુ એટલે કે કુલ રૂ.24,31,08,334ની અપ્રમાણસર મિલકતોમાં  પોતાની ફરજ દરમિયાન રોકાણ કરી હોવાનું સામે આવ્યું હતું.અને બાદમાં ટાંચમાં લેવામાં આવી હતી.

ત્યાર બાદ આ મામલે ઇડીએ પણ તપાસ માટે કોર્ટની મંજુરી માગી હતી જે બાબતે કોર્ટે મંજુરી આપતા ઇડીના ઇડીના ડાયરેક્ટર પ્રમોદકુમાર બિરલા તેમજ તેમના બે આસિસ્ટન્ટ દ્વારા મનસુખ સાગઠિયાની તા.15-1અને તા.16-1ના સવારે 10 વાગ્યાથી લઇ સાંજના 7 વાગ્યા સુધી પૂછતાછ કરી હતી.તેમ ઇડી દ્વારા તેની કુલ 18 કલાક સુધી સઘન પૂછતાછ કરવામાં આવી હતી.જો કે વચ્ચે એક કલાક તેને જમવાનો સમય પણ આપવામાં આવ્યો હતો.તે સિવાય સતત સવાલોનો મારો ચલાવવામાં આવ્યો હતો.સાગઠીયાએ વસાવેલી બેનામી મિલ્કતો, પોતાના કાર્યકાળમાં કરેલા ગોટાળાની વિસ્તૃત માહિતી,રાજકીય માથાઓ સાથેના સબંધો સહીતની અનેક પ્રશ્નો ઈડીએ પૂછપરછ શરૂ કરતા સાગઠીયાને પરસેવો આવી ગયો હતો.

જ્યારે સાગઠીયાની પૂછપરછ માટે આવેલી ઇડીની ટીમે ઈન્ટ્રોગેશન માટે વેઇટિંગ રૂમ પસંદ કર્યો હતો.નાયબ જેલ અધિક્ષકની કચેરીની બાજુમાં આવેલ મુલાકાતીઓનો વેઇટિંગ રૂમના બંધબારણે થયેલી તપાસથી કડકડતી ઠંડીમાં વહીવટદારોથી માંડી અનેક રાજકારણીઓને પણ પરસેવો વળી ગયો છે અને અનેકની ઉંઘ હરામ થઇ ગઈ છે.

Share Article

Other Articles

Previous

મુસાફરો માટે બસનું લાઈવ ટ્રેકિંગ બન્યું વધુ સરળ

Next

સુપેલ રાઈસ પર I.T.નું એક્શન:ગાંધીધામ યુનિટ પર દરોડા

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
7 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
7 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
7 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
5 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
6 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
4 મહિના પહેલા
ગુજરાત
Most Share
ક્રાઇમ
બંગલોમાંથી ચોરી થઇ હતી 40 લાખની, તસ્કર પકડાયો’તો ભાવ થઇ ગયો 70 લાખ! વાંચો રાજકોટનો ચોરીનો કિસ્સો
7 મિનિટutes પહેલા
રાજકોટમાં મર્ડર વીક! નજીવા કારણોસર છ હત્યા, પોલીસ માટે વ્યાધિ, પ્રજાને ઉપાધિ, પોલીસનો ખૌફ ઘટ્યો કે નેટવર્ક?
52 મિનિટutes પહેલા
…તો રોહિત-કોહલી રાજકોટમાં રમતા જોવા મળશે નહીં! જાણો હવે બન્ને ખેલાડીઓ કઈ ટીમ સામે ક્યારે વન-ડે મેચ રમતા જોવા મળશે?
1 કલાક પહેલા
રાજકોટથી દુબઈની ઇન્ટરનેશનલ ફલાઇટ ઉડાન ભરશે : વહેલી તકે આંતરરાષ્ટ્રીય ફલાઈટ શરૂ કરવા મનસુખ માંડવિયાની રજુઆત
2 કલાક પહેલા
Categories

નેશનલ

2594 Posts

Related Posts

રાજકોટના લોકમેળાના સ્ટોલ-પ્લોટની સોમવારે આખરી હરરાજી : યાંત્રિકવાળા માની જાય તેવી શક્યતા
Breaking
1 વર્ષ પહેલા
BCCIની ભૂલે સૌરાષ્ટ્રના ખેલાડીનું કરિયર મુકી દીધું જોખમમાં !
સ્પોર્ટ્સ
2 વર્ષ પહેલા
જૂના એરપોર્ટની જમીનનું શું કરવું ? ક્નસલ્ટન્ટની ‘સલાહ’ લેવાશે
રાજકોટ
2 વર્ષ પહેલા
2024ની ચૂંટણી છતાં IPL ભારતમાં જ રમાશે
સ્પોર્ટ્સ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર