રાજકોટ રેલવેના નવલખી ગુડ્સ શેડને આધુનિક ગોડાઉન તરીકે વિકસાવવામાં આવશે
પશ્ચિમ રેલ્વેનો રાજકોટ ડિવિઝન હંમેશા તેના માનનીય ગ્રાહકોને વધુ સારી રેલ સુવિધાઓ પૂરી પાડવા માટે પ્રયત્નશીલ રહે છે. આ ક્રમમાં, રાજકોટ ડિવિઝન ના નવલખી ખાતે સ્થિત કુલ 8 ગુડ્સ શેડનો પુનઃવિકાસ કરવામાં આવી રહ્યો છે.
રાજકોટ ડિવિઝનલ રેલ્વે મેનેજર અશ્વની 1 કુમારના 1 જણાવ્યા અનુસાર, નવલખી ગુડ્સ શેડને આધુનિક અને સંપૂર્ણ સજ્જ ગોડાઉન તરીકે વિકસાવવામાં આવશે. ભૌગોલિક રીતે, નવલખી ગુડ્સ શેડ એક છેવાડાના વિસ્તારમાં આવેલું છે જ્યાં નજીકમાં કોઈ રહેણાંક વિસ્તાર નથી. અહીં કોલસો સતત ઉંડતો રહે છે જેના કારણે ત્યાં કામ કરવું એક મોટો પડકાર બની જાય છે. રાજકોટ ડિવિઝન આવા પડકારજનક સંજોગોમાં કામ કરતા રેલ્વે કર્મચારીઓ અને મજૂરોને વધુ સારી સુવિધાઓ પૂરી પાડવા માટે તમામ પ્રયાસો કરી રહ્યું છે. રેલ્વે ટ્રેક પર જામેલા કોલસાને સાફ કરવામાં આવ્યો છે અને આ કાર્ય ભવિષ્યમાં પણ ચાલુ રહેશે. સ્ટેશન માસ્ટર અને ચીફ ગુડ્સ સુપરવાઇઝરના રૂમમાં એસી આપવામાં આવ્યું છે. હાલમાં, અહીં આધુનિક શૌચાલયની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. સ્વચ્છ પીવાના પાણીની ઉપલબ્ધતા પણ સુનિશ્ચિત કરવામાં આવી છે. રાત્રે પૂરતી લાઇટિંગ પૂરી પાડવા માટે ગુડ્સ શેડ પરિસરમાં એક વધારાનો હાઈ માસ્ટ ટાવર સ્થાપિત કરવામાં આવ્યો છે.
હાલમાં નવલખી ગુડ્સ શેડમાં ઘણા નવા બાંધકામો ચાલી રહ્યા છે. આ ગુડ્સ શેડમાં એક નવું ઓફિસ કોમ્પ્લેક્સ બનાવવામાં આવશે જેમાં નવી રેલ્વે ગુડ્સ શેડ ઓફિસ, સ્ટેશન માસ્ટર ઓફિસ, ટ્રેડર્સ રૂમ, લેબર રેસ્ટ રૂમ વગેરે બનાવવામાં આવશે. ઉપરાંત, રેલ્વે કર્મચારીઓ, વેપારીઓ અને મજૂરોને સારી ગુણવત્તાનો નાસ્તો અને ભોજન સરળતાથી મળી રહે તે માટે કેન્ટીનનું બાંધકામ પણ ચાલી • રહ્યું છે. લાઈન નંબર 1 પર નવું પ્લેટફોર્મ બનાવવામાં આવી રહ્યું .
છે. આ સાથે, લાઇન નંબર ર ના પ્લેટફોર્મને લંબાવવામાં આવી રહ્યું છે. વાહનોની સરળ અવરજવર માટે એક નવો એપ્રોચ રોડ બનાવવામાં આવી રહ્યો છે. લોડિંગ દરમિયાન રેલ્વે ટ્રેકને નુકસાન ન થાય તે માટે વે-બ્રિજ પાસે કોંક્રિટની દિવાલ બનાવવામાં આવી રહી છે. લાઈન નંબર ૧ અને ર ને સિમેન્ટનો ઉપયોગ કરીને બેલાસ્ટ ફ્રી ફ્રી ટ્રેક બનાવવામાં આવી રહ્યો છે. સ્વચ્છતા સુનિશ્ચિત કરવા માટે, સંપૂર્ણપણે ઢંકાયેલી ડ્રેનેજ સિસ્ટમની જોગવાઈ કરવામાં આવી રહી છે.
ઉલ્લેખનીય છે કે નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫માં નવલખી ગુડ્સ શેડમાંથી કુલ 113 માલગાડી ના રેક ચલાવવામાં આવ્યા હતા, જેમાં લગભગ ૪.૫૬ લાખ ટન કોલસાના લોડિંગથી રેલવેને 51.20 કરોડ રૂપિયાની આવક થઈ હતી.
નવલખી ગુડ્સ શેડ ના પુનવિકાસનો કુલ ખર્ચ આશરે રૂ.6.6 કરોડ છે. આ પુનર્વિકાસ કાર્યને કારણે, અહીં લોડિંગ ક્ષમતા વધશે, નવા પ્લેટફોર્મના નિર્માણને કારણે લોડિંગનો સમય ઓછો થશે અને રેલ્વે કર્મચારીઓ, મજૂરો અને વેપારીઓને વધુ સારી સુવિધાઓ ઉપલબ્ધ થશે.
રાજકોટ ડિવિઝન માં વાંકાનેર, મોરબી, લવણપુર, વવાણીયા, વિન્ડમિલ, મોટીખાવડી અને હાપા ખાતે સ્થિત અન્ય ગુડ્સ શેડનું પણ જરૂરિયાત મુજબ પુનવિકાસ કરવામાં આવી રહ્યો છે.