રાજકોટ ઇન્કમટેક્સ વિભાગે ખોલ્યું ત્રીજું નેત્ર: 100 કરોડથી વધુનો ટેક્સ ન ભરી શકનારનો લકઝરીયસ ફ્લેટ જપ્ત
રાજકોટ ઇન્કમટેક્સ વિભાગે ડિમાન્ડ ટેક્સ ન ચૂકવાનારાઓ પણ આકરી કાર્યવાહી કરી છે.ટેક્સ રિકવરીનાં અધિકારીઓએ રાજકોટનાં પોશ વિસ્તારમાં આવેલા એક કરદાતાનાં વૈભવી ફ્લેટને ટાંચમાં લેતાં ટેક્સ ન ચૂકવાનારાઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે.
સુત્રોમાંથી મળતી વિગતો મુજબ તાજેતરમાં ચીફ કમિશનર તરીકે આવેલાં સતીશકુમાર ગોયલએ ટેક્સ ડિમાન્ડ ન ચૂકવી હોય એવાં બાકીદારો સામે ત્રીજું નેત્ર ખોલ્યું છે.વર્ષ 2018નાં કેસમાં 100 કરોડની ડિમાન્ડ આ કરદાતા પાસેથી આવકવેરાએ કાઢી હતી.8 વર્ષ બાદ પણ પટેલ ડિફોલ્ટરએ આશરે 100 કરોડથી વધુની રકમ ન ભરી હોવાથી આઈ ટી એ સમન્સ અને નોટિસ ફટકારી હતી.આખરે કરદાતાએ કોઈ જવાબ ન આપતાં રાજકોટ આઈ ટી નાં ટેક્સ રિકવરીની ટીમએ ચીફ કમિશનરનાં માર્ગદર્શન હેઠળ ગુરુવારે 150 ફૂટ રિંગ રોડ પર આવેલાં બાલાજી હોલ નજીક કદમ એપાર્ટમેન્ટમાં રહેતા પટેલ ડિફોલ્ટરનો લકઝરીયસ ફ્લેટ ટેક્સની રકમ વસૂલવા મિલકત જપ્તી કરી છે.
આ પણ વાંચો :RMC 2 લાખમાં 1 BHKના 1056 આવાસ વેચશે! પ્રેમમંદિર પાછળ અને સાધુ વાસવાણી કુંજ રોડ પરના આવાસનું કરાશે વેચાણ
ડિમાન્ડ ટેક્સ ન ચૂકવનારાઓ સામે રાજકોટ ઇન્કમટેક્સએ સૌ પ્રથમવાર ભૂતકાળમાં જપ્ત કરેલ સોનુ અને ચાંદી તેમજ પ્લોટને જપ્ત કરી હરરાજી કરીને ટેક્સ વસુલયો હતો.રિકવરીની કામગીરી દેશભરમાં પાયલોટ પ્રોજેકટ તરીકે સાબિત થઈ હતી.રાજકોટ આઈ.ટી.એ કરેલી આ હરરાજી બાદ દેશનાં અન્ય રાજ્યોમાં પણ રાજકોટને મોડેલ બનાવી હરરાજી કરી હતી.
વધુમાં મળતી વિગત મુજબ આ ડિફોલ્ટરનો કેસ વર્ષ 2018નો છે,જેનાં પર સર્ચ ઓપરેશન થયું નથી પણ કમિશન એજન્ટનું કામ કરતાં આ આસામીનાં બેન્ક એકાઉન્ટમાંથી કરોડોની કેશ ડિપોઝીટ મળી આવી હતી.ત્યારબાદ એસેસમેન્ટ થયાં બાદ ડિમાન્ડ અને પેનલ્ટીપેટે 100 કરોડથી વધુની રકમ તેને આઈ ટી ડિપાર્ટમેન્ટને ચુકવવાની થતી હતી.
આ પણ વાંચો :35 વર્ષે 106 કરોડના ખર્ચે ભાદરડેમની પાઇપલાઇન બદલાવાશે: રાજકોટ મનપાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં મળી મંજૂરી
ચીફ કમિશનરનો હમણાં જ ચાર્જ લેનાર સતીશકુમાર ગોયલે તિખારો ખાતાં મીડિયા સમક્ષ કહ્યું હતું કે,કરદાતાઓ શાનમાં સમજી જાય જેમને ટેક્સ ચૂકવાનો બાકી ,જેમની ડિમાન્ડ ઉભી છે તેઓ ટેક્સની ભરપાઈ કરી દે નહિ તો તેમની પ્રોપર્ટી ટાંચમાં લેવામાં આવશે.આ એક્શન પરથી સાબિત થયું છે કે આગામી દિવસોમાં ડિફોલ્ટરો સામે પગલાં લેવાઈ શકે છે…
