રાજકોટ શહેરના કોઠારીયા રોડ પર આવેલી ન્યૂ સાગર સોસાયટી માં રહેતા 72 વૃધ્ધાએ સવા વર્ષ પૂર્વે બીમારીથી કંટાળી આપઘાતનો પ્રયાસ કર્યો હું હોય જેમાં બચી જતાં ગઈકાલે ફરી ઝેરી સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન દમ તોડી દીધો હતો.
મળતી માહિતી મુજબ, ન્યુ સાગર સોસાયટી શેરી ને 8માં રહેતા હસીનાબેન અબુબકર છાટબાર નામના 72 વર્ષીય વૃધ્ધાએ ગઈકાલે સવારે 10 વાગ્યા આસપાસ પોતાના ઘરે પરિવારની ગેરહાજરીમાં ઘઉંમાં નાખવાની ઝેરી દવા પી ગયા હતા. હસીનાબેનનો ભત્રીજો ઘરે આવતાં તેઓ ઉલ્ટી કરતા હોય જેથી તુરંત સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અહીં ટૂંકી સારવારમાં જ તેઓએ દમ તોડી દીધો હતો. બનાવ અંગે ભક્તિનગર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. વધુમાં પરિવાર પાસેથી જાણવા મળ્યું હતું કે, હસીનાબેનને અગાઉ સવા વર્ષ પેહલા પણ એસિડ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ત્યારે વૃધ્ધાએ બીમારીથી કંટાળી આ પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે.
બીજા એક આપઘાતના બનાવમાં ઉમાકાત ઈન્ડસ્ટ્રીઝ એરિયામાં આવેલા એક કારખાનામાં કામ કરતા 30 વર્ષીય બીનોદકુમાર બૈજુનાથ યાદવ નામના શ્રમિકે કારખાનામાં પડેલું ઝેરી કેમીકલ ગટગટાવી લેતાં તેને સારવાર અર્થે સિવિલમાં ખસેડતાં ઈમરજન્સી વિભાગના તબીબે યુવકને મૃત જાહેર કર્યો હતો. યુવક મૂળ ઉત્તરપ્રદેશનો વતની હતો અને અહીં મુજરી અર્થે આવ્યો હોવાનું પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું