ગરમીને નેવે મેચ નિહાળતાં ક્રિકેટરસિકો
ભારત-ઑસ્ટે્રલિયા વચ્ચે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ પર રમાયેલા વન-ડે મુકાબલામાં ચોગ્ગા-છગ્ગાની આતશબાજી નિહાળી ક્રિકેટરસિકોને મજા પડી ગઈ હતી. બપોરે ૧:૩૦ વાગ્યાથી મેચ શરૂ થયો તે પહેલાં ૧૦ વાગ્યાથી જ મોટાભાગનો પ્રવાહ સ્ટેડિયમ તરફ ધસી ગયો હતો. આ ઉપરાંત ઘેર-ઘેર ટીવી ઉપર પણ લાખો દર્શકોએ આ મુકાબલો નિહાળ્યો હતો. બીજી બાજુ સ્ટેડિયમ પહોંચતાની સાથે જ બહાર વેચાઈ રહેલા ટી-શર્ટ-કેપની પણ ધૂમ ખરીદી થઈ હતી.
મેચના દિવસે ભારે તડકો તેમજ ગરમી હતી છતા તેની પરવા કર્યા વગર મેચનો લુત્ફ ઉઠાવ્યો હતો. મેચને પગલે જામનગર રોડ પર લાં…બો ટ્રાફિકજામ પણ સર્જાઈ ગયો હતો જેને ક્લિયર કરાવતાં કરાવતાં પોલીસના પગે પાણી ઉતરી ગયા હતા. એકંદરે વર્લ્ડકપ પહેલાં રમાયેલી આ મેચને નિહાળવા માટે આખું સ્ટેડિયમ પેક થઈ ગયું હતું અને સૌએ ભારતીય ટીમને `ચીયર અપ’ કરી પાનો ચડાવ્યો હતો.