Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

રાજકોટ સિટીબસ કાંડ: વિશ્વમ એજન્સીએ ‘બારોબાર’ બીજી કંપનીને કોન્ટ્રાકટ આપ્યાનો તપાસમાં ધડાકો

Wed, April 23 2025


રાજકોટના ઈન્દિરા સર્કલ પાસે સિટી બસ હડફેટે ચાર લોકો કચડાઈ ગયાની દૂર્ઘટનામાં દરરોજ નવા-નવા ખુલાસા થઈ રહ્યા છે. જ્યારે આ ઘટના બની ત્યારે કોઈ જવાબદારને છોડવામાં આવશે નહીં તેવા મસમોટા દાવા કરવામાં આવ્યા હતા પરંતુ જેમ જેમ દિવસો પસાર થતાં ગયા તેમ તેમ બધું ઢીલઢફ પડવા લાગ્યું અને અત્યાર સુધીમાં સિટી બસના ડ્રાઈવર સિવાય એક પણ વ્યક્તિની જવાબદારી ફિક્સ કરવામાં આવી નથી. બીજી બાજુ અત્યાર સુધી થયેલી તપાસ બાદ એક વાત સ્પષ્ટ થઈ જવા પામી છે કે બસકાંડમાં મહાપાલિકાના એક પણ અધિકારીને ઉની આંચ આવવાની નથી અને જે પણ કાર્યવાહી થશે તે એજન્સીઓના જવાબદારો સામે કરવામાં આવશે.

પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળેલી વિગતો પ્રમાણે મહાપાલિકાએ જે પેટર્નથી સિટી બસ સંચાલનનો કોન્ટ્રાક્ટ આપી દીધો છે તેને જોતાં તંત્રના એક પણ અધિકારીની જવાબદારી બની રહી નથી. મહાપાલિકા દ્વારા બસના સંચાલન માટે આરઆરએલ મતલબ કે રાજકોટ રાજપથ લિમિટેડની સ્થાપના કરી હતી. આ પછી આરઆરએલ મારફતે દિલ્હી સ્થિત પીએમઆઈ એજન્સી સાથે કરાર કરવામાં આવ્યો હતો. આ કરાર એવો હતો કે પીએમઆઈ એજન્સી બસનું સુચારું સંચાલન થાય તે માટે સ્થાનિક એજન્સીને પેટા પેટા કોન્ટ્રાક્ટ આપી શકશે. આ શરત પ્રમાણે પીએમઆઈ એજન્સી દ્વારા રાજકોટની વિશ્વમ એજન્સીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો.

જો કે પીએમઆઈ એજન્સી વિશ્વમ એજન્સીને કોન્ટ્રાક્ટ આપે ત્યારબાદ વિશ્વમ એજન્સી તેના નીચે બીજી કોઈ એજન્સીને કોન્ટ્રાક્ટ આપી શકશે નહીં તેવી કરારમાં સ્પષ્ટ શરત હોવા છતાં વિશ્વમ એજન્સીને બારોબાર એમ્ફેટિક નામની એજન્સીને કોન્ટ્રાક્ટ આપી દીધો હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. આ રીતે વિશ્વમ એજન્સી દ્વારા કરારભંગ કરવામાં આવ્યો જ છે સાથે સાથે મહાપાલિકાના અધિકારીઓ દ્વારા એક પણ વખત કરાર પ્રમાણે બધું થઈ રહ્યું છે કે નહીં તે જોવાની તસ્દી લીધી નથી આમ છતાં કોન્ટ્રાક્ટની શરત પ્રમાણે મહાપાલિકાની કોઈ જવાબદારી ફિક્સ ન થઈ રહ્યાના તારણ સુધી પોલીસ પહોંચી ગઈ હોવાનું જાણવા મળી રહ્યું છે.

આ બધાની વચ્ચે ગાંધીગ્રામ પોલીસ મથક ખાતે વિશ્વમ એજન્સીના ડિરેક્ટર દીપેશ દ્વિવેદીનું નિવેદન નોંધવામાં આવ્યું હતું. નિવેદનમાં દ્વિવેદીએ એમ જણાવ્યું હતું કે તેની પાસે તમામ પ્રકારની ઓથોરિટી છે પરંતુ ઓથોરિટી હોવાના લેખિત પૂરાવા ન હોવાને કારણે તેનું નિવેદન નોંધ્યા બાદ હવે આજે વિશ્વમ એજન્સી અને તપાસમાં નવી નીકળેલી એમ્ફેટિક એજન્સીના જવાબદારોને તેડું મોકલવામાં આવ્યા બાદ હવે આ બે એજન્સી સાણસામાં આવી જવાની પૂરેપૂરી શક્યતા છે.

મહાપાલિકા-PMI વચ્ચે થયેલો કરાર ૭૦૦ પાનાનો

સૂત્રો પાસેથી એવી વિગત પણ જાણવા મળેલી છે કે સિટી બસનું સંચાલન દિલ્હી સ્થિત પીએમઆઈ એજન્સીને સોંપવાનો મહાપાલિકા હસ્તકના આરઆરએલ હસ્તક જે કોન્ટ્રાક્ટ કરવામાં આવ્યો હતો તે ૭૦૦થી વધુ પાનાનો હતો. પોલીસ દ્વારા આ આખો કરાર વાંચવામાં આવ્યા બાદ તેમાં મહાપાલિકાની જવાબદારી ફિક્સ થઈ રહ્યાનું ધ્યાન પર આવ્યું નથી. જો કે પેટા કોન્ટ્રાક્ટને લઈને વિશ્વમ એજન્સી દ્વારા નિયમભંગ કરવામાં આવ્યાનું ફલિત થયું છે ત્યારે હવે તેના સામે કાર્યવાહી કરવામાં આવશે.

PMI-વિશ્વમ-એમ્ફેટિકને આમને-સામને બેસાડાય તો જ દૂધનું દૂધ અને પાણીનું પાણી થશે

જે પ્રમાણે પોલીસ દ્વારા બસ અકસ્માતકાંડની તપાસ કરવામાં આવી રહી છે તે પણ થોડી ઢીલી હોવાનું જાણકારોને લાગી રહ્યું છે. જાણકારોનું સ્પષ્ટ કહેવું છે કે શા માટે પોલીસ દ્વારા પીએમઆઈ, વિશ્વમ અને તપાસમાં નવી નીકળી આવેલી એમ્ફેટિક એજન્સીને આમને સામને બેસાડીને પૂછપરછ કરવામાં આવી રહી નથી ? જો આમ થાય તો જ સઘળી હકીકત બહાર આવી શકે અને કોણે નિયમનું કેટલું પાલન કર્યું તેના પરથી પડદો ઉંચકાઈ શકે પરંતુ પોલીસ દ્વારા અત્યારે આ દિશામાં કાર્યવાહી નથી કરાઈ રહી તે પણ સવાલ પૂછી લેનારી વાત છે.

24થી વધુ ડ્રાઈવરોએ નોકરીએ આવવાનું બંધ કર્યું: અધિકારીઓ મિટિંગમાં વ્યસ્ત

એક બાજુ અકસ્માત બાદ સિટી બસ ચલાવતાં ૨૪થી વધુ ડ્રાઈવરે નોકરીએ આવવાનું બંધ કર્યાનું સામે આવ્યું હતું ત્યારે બીજી બાજુ જવાબદાર એજન્સીના અધિકારીઓ કાં તો મિટિંગમાં કાં તો ફોન કરીને બેસી ગયા હતા. એકંદરે ડ્રાઈવરોના રાજીનામા બાદ સિટી બસનું સંચાલન ખોરવાઈ જવાની ભીતિ વચ્ચે અધિકારીઓની આ પ્રકારની કાર્યવાહી રીતસરની બેદરકારીપૂર્વક હોવાનું લાગ્યા વગર રહેતું નથી.

Share Article

Other Articles

Previous

એક સમયમાં 63 રૂપિયામાં 10 ગ્રામ સોનું મળતું, અત્યારે લાખેણું : છેલ્લા 61 વર્ષના સોનાના ભાવ વાંચીને ચોંકી જશો

Next

લો બોલો ! રાજકોટમાં સગીરવયે 119 લગ્ન થઇ ગયા…મેરેજ સર્ટિફિકેટની માંગ કરતાં જ ભાંડો ફૂટ્યો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
આફ્રીકાથી 9 ચિત્તા ભારત આવ્યા: કુનો નેશનલ પાર્કમાં કરાયા ક્વોરેન્ટાઇન, ભારતમાં ચિત્તાની કુલ સંખ્યા 48 થઈ
11 કલાક પહેલા
સોમવારે પ્રદોષકાળ વ્યાપીની પૂનમે હોલીકાદહન: ધુળેટી પૂર્વે ધોકો: જાણો હોલીકાદહનના શુભ સમયની યાદી અને હોલિકા માતાના પુજન વિશે
12 કલાક પહેલા
આફ્રિકા સેમિફાઈનલમાં, ZIM બહાર: વેસ્ટ ઈન્ડિઝ સામે ભારતની ‘ડુ ઓર ડાય’ જંગ, હવે કાલે IND VS WI જીતનારી ટીમ સેમિફાઈનલમાં પહોંચશે
12 કલાક પહેલા
હવે મેરેજ સર્ટિફિકેટ માટે ‘લોકેશન’ફરજિયાત: હવે યુગલે રાજકોટની હદમાં જ લગ્ન કર્યા છે તેવું દર્શાવવા ગૂગલ મેપ આપવો પડશે
12 કલાક પહેલા
Categories

નેશનલ

2941 Posts

Related Posts

દિલ્હી ટીમમાં વધુ એક ફાસ્ટ બોલરની એન્ટ્રી
સ્પોર્ટ્સ
2 વર્ષ પહેલા
કોલકત્તાકાંડ : પૂર્વ પ્રિન્સિપાલ સંદીપ ઘોષના કાળા કારનામા ખોલતી CBI,જુઓ શું થયા ખુલાસા
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
જો સલમાન ખાન પોતાની ભૂલ સ્વીકારીને માફી માગી લે તો દુશ્મનીનો અંત કરી શકાય છે : દેવેન્દ્ર બુડીયાનુ નિવેદન
બ્રેકિંગ ન્યૂઝ
1 વર્ષ પહેલા
નેધરલેન્ડ સામેની મેચમાં ટીમ ઈન્ડિયાના આ 2 ગુજરાતી ખેલાડીઓને અપાઈ શકે છે આરામ: જાણો T20 વર્લ્ડ કપના ચોથા મેચમાં કોને મળશે તક?
ગુજરાત
2 સપ્તાહs પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર