લાલુ બાદ રાહુલ ગાંધીનો બફાટ
વડાપ્રધાન ઇચ્છે છે કે, દેશના યુવાનો જય શ્રી રામ બોલતા રહે અને ભૂખે મરી જાય…
રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા કાલે ગુજરાતમાં
૪ દિવસમાં ૭ જિલ્લામાં ૪૦૦થી વધુ કિ.મી.નો પ્રવાસ કરશે
અમદાવાદ: ભારત જોડો ન્યાય યાત્રા ૭મી માર્ચે ગુજરાતના દાહોદ જિલ્લાના ઝાલોદ ખાતે બપોરે ૩-૦૦ કલાકે પ્રવેશ કરશે.ભારત જોડો ન્યાય યાત્રા ગુજરાત રાજ્યમાં ૪ દિવસમાં ૭ જિલ્લાઓમાં ૪૦૦ થી વધુ કિ.મીનો પ્રવાસ કરી મહારાષ્ટ્ર રાજ્યમાં પ્રવેશ કરશે. ગુજરાત કૉંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિહ ગોહિલે જણાવ્યું હતું કે, ભારત જોડો ન્યાય યાત્રામાં રાહુલ ગાંધી કંબોઈધામ (ગુરુ ગોવિદ), પાવાગઢ તળેટી મંદિર, હરસિદ્ધી માતાજી મંદિર, રાજપીપળા, સ્વરાજ આશ્રમ બારડોલી સહિતનાં ઐતિહાસિક અને વંદનીય સ્થળોની મુલાકાત લેશે.ભારત જોડો ન્યાય યાત્રા દરમ્યાન ૬ પબ્લિક મીટિગ, ૨૭ કોર્નર મીટિગ, ૭૦ થી વધુ સ્વાગત સ્થળો તથા ટાઉન પદયાત્રાઓનું આયોજન રાખેલ છે. દેશના લાખો બેરોજગારીના સંકટથી ઘેરાયેલો છે. દેશમાં પી.એચડી અને માસ્ટર ડિગ્રી ધરાવાતા યુવાનો પણ પટાવાળાની ભરતીમાં આવેદન કરી રહ્યા છે. ગુજરાતમાં આદિવાસી સમાજ સાથે અન્યાય થઇ રહ્યો હોવાને લઇને વિવિધ આદિવાસી સંગઠનો રાહુલ ગાંધીને મળશે.
લોકસભાની ચુંટણી જેમ નજીક આવી રહી છે તેમ વિપક્ષના નેતાઓ સંયમહીન અને વિવેકહીન નિવેદનો થકી વિવાદ જગાડી રહ્યા છે. લાલુ પ્રસાદ યાદવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે વ્યક્તિગત આક્ષેપ કરીને પરિવાર નહી હોવાનું કહીને દેશભરમાં ચર્ચા જગાવી હતી અને હવે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ફરીવાર જીભ પરનો કાબૂ ગુમાવીને નવો બફાટ કર્યો હતો અને એમ કહ્યું હતું કે, વડાપ્રધાનની ઈચ્છા એવી છે કે, લોકો જય શ્રી રામ બોલતા રહે અને ભૂખથી મરી જાય! રાહુલ ગાંધીની ન્યાય યાત્રા મંગળવારે મધ્યપ્રદેશના સાજાપુરમાં પહોંચી ત્યારે એમણે એક સભા સંબોધી હતી અને તેમાં વડાપ્રધાન પર નિશાન સાધીને દેશના યુવાનોને ગુમરાહ કરવાનો આરોપ મૂક્યો હતો.
એમણે જાતી આધારિત જનગણનાની વકીલાત પણ કરી હતી. રાહુલે કહ્યું હતું કે, વડાપ્રધાનની ઈચ્છા એવી છે કે દેશના યુવાનો કલાકો સુધી મોબાઇલમાં લાગ્યા રહે અને જય શ્રી રામ બોલતા રહે અને ભૂખ્યા મરતા રહે.
રાહુલે એવો દાવો પણ કર્યો હતો કે, અમારી નીતિ સ્પષ્ટ છે. સામાજિક ન્યાયની દિશામાં જાતી આધારિત જનગણના એક ક્રાંતિકારી કદમ બનશે. કોંગ્રેસે હંમેશા ક્રાંતિકારી પગલાં લીધા છે. કોંગ્રેસે દેશની આઝાદીની લડાઈ લડી હતી. દેશમાં હરિતક્રાંતિ, સ્વેતક્રાંતિ અને ડિઝિટલ ક્રાંતિ કોંગ્રેસે કરી છે પણ વડાપ્રધાન એમ માને છે કે, આપણાં યુવાનો આખો દિવસ મોબાઈલ ફોન સાથે વળગેલા રહે.
ચોકીદાર ચોર હૈ બોલીને વર્ષો પહેલા રાહુલ ગાંધીએ દેશભરમાં ચર્ચા જગાવી હતી અને આલોચનાનું નિશાન બન્યા હતા અને હવે ફરીવાર એમણે મોટો બફાટ કરી નાખ્યો હતો અને એમના આ શબ્દો સામે વિરોધનો વંટોળ પણ શરૂ થઈ ગયો હતો. લાલુ પ્રસાદ યાદવ પછી રાહુલ ગાંધીએ મોટી ભૂલ કરી હોવાનું રાજકીય વિવેચકો માને છે.