રાહુલ ગાંધીએ કોંગ્રેસનાં ૯૯ સાંસદોને ગૃહમાં સારું ભાષણ કેવી રીતે આપવુ તેની ટિપ્સ આપી
સંસદના બજેટ સત્રનો પ્રથમ તબક્કો પૂરો થઇ ગયો છે ત્યારે કોંગ્રેસનાં નેતા રાહુલ ગાંધીએ પક્ષના ૯૯ સાંસદો સાથે એક બેઠક યોજીને ભવિષ્યમાં સંસદમાં સારું ભાષણ કેવી રીતે આપવું તેની ટીપ્સ આપી હતી.

રાહુલ ગાંધીએ આ બેઠકમાં સંસદ સભ્યોએ કરેલી કામગીરી અને ગૃહમાં કરેલા દેખાવનું મુલ્યાંકન કર્યું હતું. તેઓએ કેત્લાસ સાંસદોની સારું ભાષણ આપવા બદલ અભિનંદન પણ આપ્યા હતા.
રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, તેઓએ તેમના મુદ્દાઓ અસરકારક અને આકર્ષક રીતે રજૂ કરવા જોઈએ. રાહુલે એવી પણ સલાહ આપી કે આગામી સંસદ સત્રમાં બોલતા સાંસદોએ “સારી તૈયારી” કરવી જોઈએ જેથી તેમના ભાષણો વધુ અસરકારક બની શકે.
રાહુલે કેટલાક સાંસદોના ભાષણોની પ્રશંસા કરી, જેમાં મણિપુરના અંગોમચા બિમોલ અકોઇજામ અને ચંદીગઢના મનીષ તિવારીનો ઉલ્લેખ કર્યો. આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય સાંસદોને તેમના પ્રદર્શનમાં સુધારો કરવા માટે પ્રોત્સાહિત કરવાનો હતો, અને સંસદ સત્રમાં સાંસદો તેમની ભૂમિકા કેવી રીતે વધુ સારી રીતે ભજવી શકે તેની ચર્ચા કરવામાં આવી હતી.