જૂનાગઢમાં ફિલ્મ ધુરંધરનો વિરોધ, બ્લોચ મકરાણી સમાજ નારાજ
રણવીર સિંહની ફિલ્મ ધુરંધર હાલ થિયેટરોમાં ધમાલ મચાવી રહી છે. ફિલ્મને દર્શકો દ્વારા સારો પ્રતિસાદ મળ્યો છે. જોકે આ બધા વચ્ચે હવે જૂનાગઢમાં આ ફિલ્મનો વિરોધ કરવામાં આવ્યો છે. બ્લોચ મકરાણી સમાજના પ્રમુખ દ્વારા પોલીસમાં અરજી કરવામાં આવી છે.
ફિલ્મ એક્ટર દ્વારા બોલવામાં આવેલા ડાયલોગને લઈને આ સમગ્ર વિવાદ છેડાયો છે. આ ફિલ્મમાં સંજય દત્ત દ્વારા એક ડાયલોગ બોલવામાં આવ્યો છે. જેને લઈને બ્લોચ મકરાણી સમાજની લાગણી દુભાઈ છે.
બ્લોચ મકરાણી સમાજએ ઉઠાવ્યો વાંધો
સંજય દત્તે આ ફિલ્મમાં એક એવો ડાયલોગ બોલ્યો છે કે “હંમેશા બોલતા હું બડે સાહબ મગરમચ્છ પે ભરોસા કર સકતે હે લેકિન બ્લોચ પે નહીં” જેથી આ ડાયલોગને લઈને બ્લોચ મકરાણી સમાજની લાગણી દુભાઈ છે.
આ મામલે ફિલ્મના અભિનેતા, ડાયલોગ રાઈટર અને ડિરેક્ટર વિરુદ્ધ જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનમાં અરજી કરવામાં આવી છે. સાથે જ એવા આક્ષેપો કરવામાં આવ્યા છે કે ડાયલોગને કારણે સમાજની પ્રતિષ્ઠાને ઘણું નુકસાન પહોંચ્યું છે.
