વડાપ્રધાનની જમ્મુ-કાશ્મીરને ગિફ્ટ : સોનમર્ગ ટનલ ખુલ્લી મૂકી, પર્યટનને વેગ મળશે : રાજ્યના વિકાસ માટે કેન્દ્ર સરકાર સક્રિય
મોદીએ કહ્યું , હવે રાત્રે લોકો લાલચોકમાં આઇસક્રીમ ખાવા જાય છે : પર્યત્નને વેગ મળશે : રાજ્યના વિકાસ માટે કેન્દ્ર સરકાર સક્રિય
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે જમ્મુ-કાશ્મીરના ગંદેરબલમાં Z-મોડ ટનલનું ઉદ્ધાટન કર્યું હતું. . આ ટનલનું ઉદ્ધાટન કરવાની સાથે મોદીએ તેનું નામ ઝેડ-મોડ ટનલમાંથી સોનમર્ગ ટનલ કરી દીધું છે. આ ટનલ સાથે પ્રવાસીઓ માટે લોકપ્રિય આકર્ષણનું સ્થળ સોનમર્ગ બારેમાસ મુલાકાતીઓ માટે ખુલ્લું રહેશે. વડાપ્રધાને રાજયને મોટી ગિફ્ટ આપી હતી.
વડાપ્રધાને આ તકે સંબોધનમાં કહ્યું હતું કે હવે રાત્રે પણ લોકો લાલ ચોકમાં આઇસક્રીમ ખાવવા જાય છે . અહીં પર્યત્નમાં વધારો થયો છે . અમે કાશ્મીરના વિકાસ માટે બધા જ પગલાં ભરી રહ્યા છીએ. એમણે મજૂરોને અભિનંદન આપ્યા હતા અને કહ્યું હતું કે એમણે સમયસર આ લક્ષ્ય પૂરું કર્યું છે .
વડાપ્રધાન મોદીની કાશ્મીર મુલાકાતના લીધે સુરક્ષાદળોએ ખીણમાં સુરક્ષા વધારી હતી. ટોચના ચાર રસ્તાઓ પર ડઝન ચેકપોઈન્ટ બનાવવામાં આવ્યા હતા. ટનલનું ઉદ્ધાટન કર્યા બાદ વડાપ્રધાને ટનલનું નિરીક્ષણ કર્યું હતું. ટનલ ક્ષેત્રની નજીક ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
હવામાનમાં અનુકૂળ છે
આ ઝેડ મોડ ટનલને દરેક હવામાનના હિસાબે બનાવવામાં આવી છે. હવે શિયાળામાં ભારે બરફ વર્ષાના કારણે હાઈવે બંધ નહીં થશે. ટનલ ખુલ્યા બાદ 12 કિમીની મુસાફરી ઘટીને 6.5 રહી જશે. વાહનો 15 મિનિટમાં જ આ આ અંતર કાપી શકશે. લદાખને દેશના બીજા હિસ્સા સાથે જોડશે આ ટનલ, 2400 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવી છે.
1000 વાહનોની અવરજવર થઈ શકશે
દર કલાકે 1000 વાહનોની અવરજવરની ક્ષમતા છે. આ ટનલ 10 મીટર પહોળી છે અને આ સાથે જ સાડા સાત મીટરની એક એસ્કેપ ટનલ બનાવવામાં આવી છે. આ યોજના હેઠળ બીજી ટનલ છે જેની લંબાઈ 14 કિમી છે, તે બાલટાલથી જોઝિલા પાસની પાર મિનીમાર્ગ એટલે કે દ્રાસ સુધી જશે. આ ટનલના ઉપયોગ બાદ સેનાને પણ સરહદી ક્ષેત્રો સુધી પહોંચવામાં ખૂબ સરળતા રહેશે. આ ટનલ શરૂ થવાથી તેનો સમય પણ બચશે.