રાજકોટમાં જન્માષ્ટમી પર્વએ મીઠાઈ-ફરસાણનું ભાવબાંધણું : આ વસ્તુઓ પર મળશે 10 ટકા ડિસ્કાઉન્ટ, જાણો ભાવ
રાજકોટ શહેરમાં જન્માષ્ટમીના તહેવારમાં ગરીબ પરિવારો પણ આનંદ-ઉલ્લાસ સાથે તહેવાર ઉજવી શકે તે માટે જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા મીઠાઈ-ફરસાણના વેપારીઓ સાથે બેઠક યોજી હતી જેમાં સ્વેચ્છાએ તમામ વેપારીઓએ આજે તા.13 આગામી તા.18 ઓગસ્ટ સુધી વિવિધ મીઠાઈ અને ફરસાણમાં અંદાજે 10 ટકા ભાવ ઘટાડા સાથે વેચાણ કરવા સહમત થતા ભાવ બાંધણાને કારણે નાના માણસો પણ આનંદથી તહેવારની ઉજવણી કરી શકશે.
આ પણ વાંચો : જન્માષ્ટમીએ રાજકોટના યાજ્ઞિક રોડ પર ‘ટ્રાફિક ટેરર’ નક્કી! મેળાના ટ્રાફિકને ‘મેનેજ’ કરવો તંત્ર માટે મુશ્કેલ બની જશે
રાજકોટ જિલ્લા પુરવઠા અધિકારી એ.એસ. ઝાંપડા દ્વારા રાજકોટ શહેરના મધ્યમ-ગરીબ વર્ગના લોકો જન્માષ્ટમીનો તહેવાર આનંદ-ઉલ્લાસ સાથે માણી શકે તે હેતુથી દર વર્ષની લાઈવ ગાંઠીયાનું વ્યાજબીભાવે જાહેર જનતાને વિતરણ થઈ શકે તે માટે ફરસાણના વેપારીઓ સાથે બેઠક યોજી હતી જેમાં હાલ તેલના પ્રકાર પ્રમાણે અંદાજે પ્રવર્તમાન બજાર ભાવ કરતા અંદાજીત દસ ટકા નીચા ભાવે વેચાણ કરવા તમામ વેપારીઓએ સંમતિ આપી હતી.

સાથે જ જિલ્લા પુરવઠા અધિકારીએ તમામ વેપારીઓને સ્વચ્છતા જાળવવા, દાજીયા તેલનો ઉપયોગ નિયમોની મર્યાદામાં કરવા, તેમજ ફરસાણમાં સોડીયમ કાર્બોનેટ(ધોવાનો સોડા) તેમજ હાનીકારક રંગીન દ્રવ્ય વાપરવામાં ન આવે તેમજ સારી ગુણવતાયુક્ત ફરસાણ, મીઠાઈ મળી રહે તેની તકેદારી રાખવા વેપારીઓને સમજૂત કર્યા હતા.
