અમદાવાદના સૌથી મોટા અને સૌથી રંગીન કાંકરિયા કાર્નિવલની તૈયારીઓ શરૂ
અમદાવાદના સૌથી મોટા અને સૌથી રંગીન ફેસ્ટિવલ કાંકરિયા કાર્નિવલ 2025 માટે તૈયારીઓ તેજ બની ચૂકી છે. 25થી 31 ડિસેમ્બર સુધી ચાલનારો આ ઉત્સવ આ વર્ષે વધુ ભવ્ય બનશે.
જેમાં ડ્રોન શો, લાઈટ & સાઉન્ડ શો, પેટ ફેશન શો, જગલિંગ શો અને દુબઈ-સ્ટાઈલ પાયરો શો (ફાયર ડાન્સ) જેવી રજૂઆતો જોવા મળશે. ઉદ્ઘાટન 25 ડિસેમ્બરના રોજ સાંજે 7 વાગ્યે CM ભૂપેન્દ્ર પટેલ કરશે.
કાર્નિવલ દરમિયાન ગુજરાતી સંગીત અને મનોરંજન જગતના ટોચના કલાકારો — કીર્તીદાન ગઢવી, ગીતાબેન રબારી, પાર્થ ઓઝા, ઇશાની દવે, ચિરાયુ મિસ્ત્રી, મનન દેસાઈ સહિત ઘણા જાણીતા કલાકારો લાઈવ પર્ફોર્મ કરશે.
દરેક રાત્રે 10 વાગ્યે થશે એક મેગા આકર્ષણ: ભવ્ય ડ્રોન શો, જે કાંકરિયા તળાવને લાઇટ્સથી ઝગમગાવી દેશે. 26 ડિસેમ્બરથી દરરોજ સવારે 6થી રાત્રે 10 વાગ્યા સુધી નવા–નવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
