પોસ્ટ ઓફિસની PLI અને RPLI યોજના તમારા માટે બેસ્ટ : ઓછા પ્રિમિયમમાં આપશે વધુ બોનસ,જુઓ વિડીયો
જીવન ખુબ જ અણધાર્યું છે ક્યારે શું થઇ જાય તેનો કોઈ અંદાજો લગાવી શકાતો નથી ત્યારે કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે લોકો વીમાકવચ લેતા થયા છે. ત્યારે જો તમે પોસ્ટ ઓફિસમાંથી જીવન વીમો લીધો હોય, તો આ સ્કીમ વિશે જાણવું તમારા માટે જરૂરી છે. હવે તમે એકસાથે અનેક પોલિસી પ્રીમિયમ ચૂકવી શકો છો. પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સે એક ટ્વીટ દ્વારા જણાવ્યું છે કે હવે ગ્રાહકો ઇન્ડિયા પોસ્ટના પોર્ટલ પરથી પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સ (PLI) અને રૂરલ પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સ (RPLI) પોલિસીના અનેક પ્રીમિયમ એકસાથે ચૂકવી શકે છે.
PLI યોજનાએ ભારતની સૌથી જુનામાં જુની યોજના
ભારતમાં એવી સરકારી યોજના પણ છે, જે ઓછા પ્રિમિયમમાં વધુ બોનસ આપે છે. આ યોજનાનું નામ છે PLI (પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સ) અને RPLI રૂરલ પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સ છે. PLI યોજનાએ ભારતની સૌથી જુનામાં જુની યોજના છે.PLI યોજના 1984માં સરકારી કર્મચારીઓ માટે ઉપલબ્ધ કરાવવામાં આવી હતી.PLI યોજનામાં અત્યારે ડિગ્રી હોલ્ડર અને ડિપ્લોમા હોલ્ડરને પણ લાભ આપવામાં આવે છે.વર્ષ 2017 થી, PLI હેઠળ જીવન વીમા પોલિસી ડોકટરો, એન્જિનિયરો, મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ્સ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ, આર્કિટેક્ટ્સ, વકીલો, બેંકરો અને કર્મચારીઓ વગેરે જેવા વ્યાવસાયિકો અને NSE (નેશનલ સ્ટોક એક્સચેન્જ) અને BSE (બોમ્બે સ્ટોક એક્સચેન્જ) પર લિસ્ટેડ કંપનીઓના કર્મચારીઓ માટે ઉપલબ્ધ કરાવવામાં આવી છે. PLI હેઠળ 10 લાખ રૂપિયા સુધીનો જીવન વીમો લઈ શકાય છે.
RPLI યોજના ગ્રામિણ લોકો માટે 1995માં શરૂ કરવામાં આવી
RPLI યોજના ગ્રામિણ લોકો માટે 1995માં શરૂ કરવામાં આવી હતી. યોજના અંતર્ગત પુખ્તવયની વ્યક્તિ એટલે કે 18થી 55 વર્ષની ઉંમરની વ્યક્તિ લાભ લઈ શકે છે RPLI (Rural Postal Life Insurance)ના પ્રમિયમનો દર અન્ય કંપનીઓના પ્રિમિયમના દર કરતા ઓછો હોય છે.બોનસના રેટની તુલનામા અન્ય કંપની કરતા પોસ્ટ ઓફિસમાં હાઈએસ્ટ રેટ આપવામાં આવે છે. દર 1 હજારની રકમે PLIમાં બોનસના રેટ 52 રૂપિયા છે.એટલે કે તમે 1 લાખ રૂપિયાની પોલીસી લો એટલે સરકાર દ્વારા 5200 રૂપિયા તમારા ખાતામાં જમા કરવામાં આવે છે. RPLIમાં દર 1 હજારની રકમે 48 રૂપિયા છે.એટલે કે 1 લાખ રૂપિયાની પોલીસી લો એટલે સરકાર દ્વારા 4800 રૂપિયા તમારા ખાતામાં જમા કરવામાં આવે છે.
આ પણ વાંચો : નાણામંત્રીએ લોકસભામાં રજૂ કર્યું નવું આવકવેરા બિલ : સિલેક્ટ કમિટીની મોટાભાગની ભલામણો સામેલ, કરોડો કરદાતાઓ પર થશે સીધી અસર
લોન સુવિધા
આ વીમા યોજના લોનની સુવિધા સાથે આવે છે. લોનનો લાભ પોલિસી શરૂ થયાના ચાર વર્ષ બાદ લઈ શકાય છે. ગ્રાહકો પાસે ત્રણ વર્ષ બાદ પોલિસી સરેન્ડર કરવાનો વિકલ્પ હોય છે. જોકે, આવી સ્થિતિમાં પોલિસીધારકને અનેક લાભ પ્રાપ્ત નહીં થાય. આ પોલિસીનું સૌથી મોટું આકર્ષણ પોસ્ટ ઓફિસ તરફથી આપવામાં આવતું બોનસ છે. છેલ્લું જાહેર થયેલું બોનસ પ્રતિ વર્ષ 65 રૂપિયા પ્રતિ 1,000 ચૂકવવાનું આશ્વાસન આપવામાં આવ્યું હતું.
