Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝ

પંજાબમાં નાપાક જાસુસી નેટવર્ક ભેદવામાં પોલીસને મોટી સફળતા

Mon, May 12 2025

પંજાબમાં પાકિસ્તાનની જાસૂસી સંસ્થા આઈએસઆઈ નું નેટવર્ક ભેદવામાં પોલીસને મોટી સફળતા મળી છે. પંજાબ પોલીસે, નાણાં લઈને ભારતની લશ્કરી ગતિવિધિઓ અંગેની સંવેદનશીલ માહિતી આપનાર બે ગદ્દારોની ધરપકડ કરી હતી.


આ બન્નેના તાર દિલ્હીમાં પાકિસ્તાની હાઈ કમિશનમાં તૈનાત અધિકારી સાથે જોડાયેલી જાસૂસી પ્રવૃત્તિઓમાં સામેલ હોવાનો આરોપ છે. આ બંને શખ્સો સામે ભારતીય સૈન્યની ગુપ્ત માહિતી તેમના પાકિસ્તાની હેન્ડલર્સને લીક કરવાનો આરોપ છે.


પંજાબના પોલીસ મહાનિર્દેશક ગૌરવ યાદવના જણાવ્યા અનુસાર, ભારતીય સૈન્યની હિલચાલ વિશે સંવેદનશીલ માહિતી પાકિસ્તાનમાં સ્થિત હેન્ડલરને મોકલનાર એક વ્યક્તિની પહેલા ધરપકડ કરવામાં આવી હતી, અને તેની પૂછપરછથી બીજી વ્યક્તિની ઓળખ થઈ હતી જે નેટવર્કમાં મુખ્ય મધ્યસ્થી હોવાનું માનવામાં આવે છે. આરોપીઓ ગુપ્ત માહિતીના બદલામાં ઓનલાઈન ટ્રાન્ઝેક્શન દ્વારા નાણાં મેળવતા હતા. પકડાયેલા બંને શખ્સો પાકિસ્તાની હેન્ડલર સાથે નિયમિત સંપર્કમાં હતા અને તેમની સૂચનાઓ અનુસાર અન્ય સ્થાનિક ઓપરેટિવ્સને ચેનલમાં સામેલ કરતા હતા. આ ઓપરેશન દરમિયાન બે મોબાઈલ ફોન જપ્ત કરવામાં આવ્યા હતા.ડીજીપીએ આ ઓપરેશનને ક્રોસ-બોર્ડર જાસૂસી નેટવર્કને નષ્ટ કરવામાં નોંધપાત્ર પગલું ગણાવ્યું હતું.


નોંધનીય છે કે થોડા દિવસો પહેલા પણ અમૃતસરમાં સૈન્ય છાવણી વિસ્તારો અને એર બેસની તસવીરો અને સંવેદનશીલ વિગતો પાકિસ્તાન સ્થિત એજન્ટો સાથે શેર કરવા બદલ બે શખ્સોની ધરપકડ કરવામાં આવી હતી. તેમના મોબાઈલ ફોનમાંથી સંવેદનશીલ સ્થળોની અનેક તસવીરો અને પાકિસ્તાની ફોન નંબરો મળી આવ્યા હતા.એ બન્નેની પૂછપરછ બાદ વ્યાપક નેટવર્કનો પર્દાફાશ થયો હતો અને બાદમાં રવિવારે આ બે શખ્સોને ઝડપી લેવાયા હતા.

Share Article

Other Articles

Previous

ઓપરેશન સિંદુરની સફળતાની વાત લોકો સુધી પહોંચાડવા કાલથી દેશભરમાં ભાજપની તિરંગા યાત્રા

Next

ભારત અને પાકિસ્તાન વચ્ચે દ્વિપક્ષીય સંવાદને અમેરિકા અને યુકેનું સમર્થન

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
કચ્છના નખત્રાણાની પ્રાથમિક શાળામાં હિંદુ વિદ્યાર્થી પાસે નમાઝ પઢાવવાના આક્ષેપ: પોલીસ દોડી ગઈ,જાણો શું છે મામલો
17 કલાક પહેલા
‘Virosh’ Wedding’: હૈદરાબાદમાં યોજાશે રશ્મિકા મંદાના અને વિજય દેવેરકોંડાના લગ્નનું ભવ્ય રિસેપ્શન, મોદી-શાહને આમંત્રણ આપવા પહોંચ્યું કપલ
18 કલાક પહેલા
આકાશમાં 6 ગ્રહોની જુગલબંધી: 28મી ફેબ્રુઆરીએ સૂર્યાસ્ત પછી જોવા મળશે ‘પ્લેનેટરી પરેડ’નો અદભૂત ખગોળીય નજારો
18 કલાક પહેલા
રાજકોટનો સાંઢિયા પુલ તૈયાર થતાં હજુ દોઢ મહિનો લાગશે: બ્રિજનું નામ બદલાવાનું નિશ્ચિત, જાણો શું છે તેની વિશેષતા
19 કલાક પહેલા
Categories

નેશનલ

2939 Posts

Related Posts

શાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના પ્રમુખ કિશોરભાઈ ટીલાળાનું સારવાર દરમિયાન દુઃખદ નિધન : થોડા દિવસ પહેલા અકસ્માત નડ્યો હતો
બ્રેકિંગ ન્યૂઝ
2 વર્ષ પહેલા
રાજકોટમાં વડાપ્રધાનને મળવા માટે આંખે પાટા બાંધીને સ્કેટિંગ કરશે બાળકી….જુઓ સ્ટોરી
રાજકોટ
2 વર્ષ પહેલા
જયપુરમાં કારે સ્કૂલ વેનને ટક્કર મારતા 10 બાળકો ઘાયલ, 6ને ગંભીર ઈજા
બ્રેકિંગ ન્યૂઝ
2 મહિના પહેલા
રાજકોટના રૈયા રોડ, રેલનગર, મોરબી રોડ પર RMCના પ્લોટનું કોઇ’લેવાલ’ન મળ્યું: ઊંચી અપસેટ પ્રાઇઝ ઉપરાંત રિયલ એસ્ટેટમાં મંદી નડી ગઇ
ગુજરાત
4 સપ્તાહs પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર