કોમેડી કિંગ કપિલ શર્માના ઘરે પોલીસ ગોઠવાઈ : કેનેડાના કેફેમાં ગોળીબાર થયા બાદ મુંબઈના નિવાસસ્થાને ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો
કોમેડી કિંગ કપિલ શર્માની માલિકીના કેફે ઉપર કેનેડામાં ફાયરીંગ થયા બાદ મુંબઈમાં તેના નિવાસસ્થાને પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. સુત્રો અનુસાર, ઓશિવારા પોલીસ સ્ટેશનના અધિકારી કપિલ શર્માનાં નિવાસે ગયા હતા અને કપિલ શર્મા સાથે વાત કરી હતી.
World Famous comedian Kapil Sharma's newly inaugurated restaurant KAP'S CAFE shot at in Surrey, BC, Canada last night.
— Ritesh Lakhi CA (@RiteshLakhiCA) July 10, 2025
Harjit Singh Laddi, a BKI operative, NIA's (INDIA ) most wanted terrorist has claimed this shoot out citing some remarks by Kapil@SurreyPolice pic.twitter.com/p51zlxXbOf
મુંબઈ પોલીસે કપિલ શર્માને પૂછ્યું હતું કે, તેમને કોઈ ધમકી મળી છે કે કેમ..પોલીસે તેના ઘરની સલામતીનું નિરીક્ષણ પણ કર્યું હતું. કપિલ શર્મા મુંબઈના ઓશિવારા વિસ્તારમાં આવેલા DLH એન્કલેવમાં રહે છે. પોલીસે કપિલ શર્માનું કોઈ નિવેદન રેકોર્ડ કર્યાનો ઇનકાર કર્યો હતો.
આ પણ વાંચો : શું તમે એન્જિન બંધ કર્યું? બંને પાયલટ વચ્ચે શું વાતચીત થઇ હતી, અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના અંગેના રિપોર્ટમાં મોટો ખુલાસો
જો કે કપિલ શર્માના કેપ્સ કાફેની ટીમ તરફથી એવું કહેવામાં આવ્યું છે કે, ‘અમે કોફી અને મૈત્રીપૂર્ણ વાતચીત દ્વારા હૂંફ, સમુદાય અને આનંદ લાવવાની આશામાં કેપ્સ કાફે ખોલ્યું હતું.’ તે સ્વપ્ન સાથે હિંસાક અથડામણ હૃદયદ્રાવક છે. અમે આ આઘાતમાંથી બહાર આવી રહ્યા છીએ, પણ અમે હાર માનતા નથી, તમારા સમર્થન બદલ આભાર. તમારા પ્રોત્સાહક શબ્દો, પ્રાર્થનાઓ અને યાદો ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ કાફે તમારા અમારા પરના વિશ્વાસને કારણે અસ્તિત્વમાં આવ્યું છે અને અમે સાથે મળીને તેને ફરી ભવિષ્યમાં નિર્માણ કરી રહ્યા છીએ. ચાલો આપણે હિંસા સામે મક્કમ રહીએ અને ખાતરી કરીએ કે કેપ્સ કાફે પ્રેમ અને સંવાદિતાનું સ્થળ રહે.”