PNB Scam : ભાગેડુ મેહુલ ચોક્સી કેવી રીતે ઝડપાયો ? વાંચો ભાગવાથી માંડીને ધરપકડ સુધીની ટાઇમ લાઇન
પંજાબ નેશનલ બેંક ને હજારો કરોડનો ચૂનો લગાવીને ભાગી ગયેલા મેહુલ ચોકસીએ ધરપકડ અને પ્રત્યાર્પણથી બચવા માટે અનેક પ્રયત્નો કર્યા હતા પરંતુ ભારતીય તપાસની એજન્સીઓએ કરેલી સમયસરની અસરકારક કામગીરીને કારણે અંતે ચોકસીના દિવસો ભરાઈ ગયા હતા અને બેલ્જિયમ માં તેની ધરપકડ કરવામાં આવી હતી. ચોકસી તેનું રેસીડેન્સી કાર્ડ અપગ્રેડ કરવા માટે પ્રયત્ન કરી રહ્યો હતો. જો તેને તેમાં સફળતા મળી હોત તો તેનું પ્રત્યાર્પણ મુશ્કેલ બન્યું હોત. પરંતુ તે પહેલા જ ભારતની તપાસની એજન્સીઓએ ત્વરિત કામગીરી કરી અને બેલ્જિયમ માં તેની ધરપકડ કરવાનું આસન કરી દીધું હતું.
મેહુલ ચોકસી તેના ભત્રીજા નીરવ મોદી, તેની પત્ની અમી મોદી અને તેના ભાઈ નિશાલ મોદી સામે સાથે મળીને રાજ્ય સંચાલિત પંજાબ નેશનલ બેંકમાં 12,636 કરોડના છેતરપિંડીનો આરોપ છે. ભારતથી ભાગી ગયા બાદ 2018માં તેણે રોકાણ દ્વારા નાગરિકત્વ યોજના હેઠળ એન્ટિગુઆનું નાગરિકત્વ મેળવ્યું હતું. બાદમાં ગયા વર્ષે 15 નવેમ્બરે તેણે બેલ્જિયમનું “એક” રેસિડેન્સી કાર્ડ મેળવ્યું હતું. એ માટે તેણે તેની બેલ્જિયમનું નાગરિકત્વ મેળવનાર પત્ની પ્રીતિ ચોક્સીના દસ્તાવેજોનો ઉપયોગ કર્યો હતો.
ઈડીના સૂત્રો અનુસાર, ચોકસીએ તબીબી સારવાર માટે માનવીય આધારોનો ઉદલ્લેખ કરીને બેલ્જિયમ સરકારને ગેરમાર્ગે દોરી હતી અને તેના દાવાને સમર્થન આપવા માટે બનાવટી અને ખોટા દસ્તાવેજોનો ઉપયોગ કર્યો હતો. તેણે ભારતીય કે એન્ટિગુઆની નાગરિકત્વ છોડયું ન હોવા છતાં તેણે બેલ્જિયમના અધિકારીઓ પાસેથી એફ રેસિડેન્સી કાર્ડ મેળવવા અરજી કરી હતી અને તેને એ કાર્ડ મળી પણ ગયું હતું. બાદમાં તેને એ કાર્ડને “એફ+” રેસિડેન્સી કાર્ડમાં ફેરવવા કાર્યવાહી શરૂ કરી હતી.
જો તેને એ કાર્ડ મળી જાય તો તેનું પ્રત્યાર્પણ મુશ્કેલ બન્યું હોત.એ અંગેની જાણકારી મળ્યા બાદ ભારતીય અધિકારીઓએ પળના પણ વિલંબ વગર પ્રત્યાર્પણની વિનંતી રજૂ કરી દેતાં બેલ્જિયમના અધિકારીઓએ તેના એફ રેસિડેન્સી કાર્ડને એફ+ સ્ટેટસમાં બદલવાની પ્રક્રિયા રોકી દીધી હતી. બાદમાં મુંબઈ કોર્ટ દ્વારા 2018 અને 2021માં જારી કરાયેલા બે નોન-બેલેબલ વોરંટના આધારે બેલ્જિયમ પોલીસે મેહુલ ચોકસી ની ધરપકડ કરી લીધી હતી. ચોકસી હાલ બેલ્જિયમની જેલમાં બંધ છે અને તેની જામીન અરજીની સુનાવણી ઓછામાં ઓછી એક અઠવાડિયા બાદ થશે. આ સમયગાળા દરમિયાન તે જેલમાં રહેશે.
ભાગવાથી માંડીને ધરપકડ સુધીની ટાઇમ લાઇન
* 2017: મેહુલ ચોક્સીએ એન્ટિગુઆન નાગરિકત્વ મેળવ્યું.
>> 2018: ચોક્સી ભારત છોડીને ભાગી ગયા, શરૂઆતમાં યુનાઇટેડ સ્ટેટ્સ ગયા અને પછી એન્ટિગુઆમાં સ્થાયી થયા.
* 2019: ચોક્સીના ભાણેજ નિરવ મોદીની લંડનમાં મેટ્રોપોલિટન પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હાલ તેઓ યુનાઇટેડ કિગડમમાં ધરપકડ હેઠળ રહેલા છે.
* 2021: મેહુલ ચોકસીએ, ભારતીય અધિકારીઓએ તેમનું અપહરણ કરી ડોમિનિક લઈ ગયા હોવાનો આક્ષેપ કર્યો
> માર્ચ-2023: ઇન્ટરપોલે મેહુલ ચોક્સી સામેની રેડ નોટિસ રદ કરી.
* 2024 : ચોક્સી અને તેમની પત્નીએ એન્ટિગુઆથી બેલ્જિયમમાં સ્થળાંતર કર્યું.
> ફેબ્રુઆરી-2025 : ચોક્સીના કાનૂની સલાહકારે, તેઓ હાલમાં એન્ટવર્પ, બેલ્જિયમમાં બ્લડ કેન્સરની સારવાર લઈ રહ્યા હોવાની મુંબઈની વિશેષ અદાલતને જાણકારી.
* બે અઠવાડિયા પહેલા: મેહુલ ચોક્સીએ બેલ્જિયમમાં એફ-રેસિડન્સી કાર્ડ્સ મેળવ્યું
>> એપ્રિલ-2025 : મેહુલ ચોક્સીને બેલ્જિયમની એક હોસ્પિટલમાંથી હિરાસતમાં લેવામાં આવ્યા.