સંસદ ‘સ્મોક એટેક’ પર PM મોદીની અરજન્ટ બેઠક, વાંચો શું કહ્યું
- સંસદ ‘સ્મોક એટેક’ના એક દિવસ બાદ પીએમ મોદીનું નિવેદન
- નેતાઓ અને મંત્રીઓને રાજનીતિમાં ન પડવાની આપી સલાહ
- મામલાને ગંભીરતાથી લેવાનું પણ કહ્યું
સંસદના ભયાનક ‘સ્મોક એટેક’ પર દેશમાં હડકંપ તો મચેલો જ છે. સહુ કોઈ આ ઘટનાથી હેરાન છે. બધાના મનમાં એક જ સવાલ છે કે આરોપીઓ કોઈ ઘાતક વસ્તુ લઈને આવ્યાં હોત તો શું થાત. આ મામલે હવે પીએમ મોદીનું નિવેદન સામે આવ્યું છે. પીએમ મોદીએ કોઈ જાહેર નિવેદન તો નથી આપ્યું પરંતુ ગુરુવારે સવારે મંત્રીઓ સાથે વાત કરી હતી. પીએમ મોદીએ કહ્યું કે આપણે બધાએ સાવધાન રહેવાની જરૂર છે. પરંતુ આ મુદ્દા પર રાજનીતિ કરવાની જરુર નથી. તેમણે કહ્યું કે આ મુદ્દાને ગંભીરતાથી લેવાની જરૂર છે.
પીએમ મોદીએ મંત્રીઓની અરજન્ટ બેઠક બોલાવી
આ ગંભીર મામલે પીએમ મોદીએ અરજન્ટ બેઠક બોલાવી હતી અને મંત્રીઓને તથા સાંસદોને જરુરી સૂચનાઓ આપી હતી. અરજન્ટ બેઠકમાં પીએમ મોદીએ મંત્રીઓને આવા સૂચનો કર્યાં હતા.
સંસદની અંદર અને બહાર શું બન્યું
સંસદમાં બપોરે 1 વાગ્યાની આસપાસ સાગર શર્મા અને મનોરંજન નામના બે યુવાનો વિઝિટર ગેલેરીમાંથી કૂદીને લોકસભામાં પડ્યાં હતા. આ બે યુવાનો જ્યારે અંદર પડ્યાં ત્યારે કાર્યવાહી ચાલુ. કૂદ્યા બાદ તરત સાગર અને મનોરંજને પગરખાંથી કલર સ્પ્રે કાઢીને છાંટ્યો હતો જેમાંથી પીળા રંગનો ધૂમાડો ફેલાયો હતો અને સાંસદોમાં અફરાતફરી મચી હતી. સાંસદોને તો એવું જ લાગ્યું હતું કે તેમની પર કોઈ એટેક થયો છે. કેટલાક સાંસદો અને સિક્યુરીટી દ્વારા બન્ને યુવાનોને ઝડપી લેવામાં આવ્યાં હતા. તો બીજી તરફ સંસદની બહાર નીલમ અને અણમોલ ગુપ્તા નામના યુવાન-યુવતીએ બખેડો ઊભો કર્યો હતો. નીલમ નારેબાજી કરી હતી કે તાનાશાહી નહીં ચલેગી.
જુતામાં છુપાવીને લાવ્યાં પીળો ધૂમાડો છોડતું નાનકડું સાધન
જુની બિલ્ડિંગની રેકી વખતે આરોપીઓના ધ્યાનમાં આવી ગયું હતું કે સંસદમાં પગથી માથા સુધી અનેક તપાસ તો થાય છે પરંતુ જૂતાની તપાસ થતી નથી એટલે તેઓ જૂતામાં છુપાવીને સ્મોક બોંબ લાવ્યાં હતા અને તેના દ્વારા પીળો ધૂમાડો છોડીને અરાજકતા સર્જી હતી.
આરોપીઓ સંસદની જુની બિલ્ડિંગની કરી હતી રેકી
આરોપીઓ સંસદની સિક્યુરીટી સમજવા માટે જુના ભવનની રેકી પણ કરી હતી. 2 આરોપીઓ જુની બિલ્ડિંગની વિઝીટર ગેલેરીમાં પણ હાજર હતા અને તેમણે બધી વ્યવસ્થા સમજી હતી.
ભાજપ સાંસદના પાસથી લીધી એન્ટ્રી
લોકસભાની અંદર કૂદેલા બે લોકોના નામ સાગર અને મનોરંજન છે. મીડિયા રિપોર્ટ અનુસાર સાગરે ભાજપ સાંસદ પ્રતાપ સિંહાના પાસની મદદથી સંસદમાં પ્રવેશ કર્યો હતો. તે મુલાકાતીઓની ગેલેરીમાં બેસીને ગૃહની કાર્યવાહી જોઈ રહ્યો હતો અને નીચે કૂદી પડ્યો. ભાજપના સાંસદ પ્રતાપ સિંહા 17મી લોકસભાના સાંસદ છે. તેઓ કર્ણાટકના મૈસૂર-કોડાગુ લોકસભા ક્ષેત્રથી ભાજપના સાંસદ છે. સંસદની કાર્યવાહી જોવા જવા માટે સામાન્ય લોકોને પાસની જરૂર હોય છે. આની મદદથી તેમને સંસદમાં એન્ટ્રી મળે છે. તેઓ ગૃહની ટોચ પર વિઝિટર્સ ગેલેરીમાં બેઠેલા ગૃહની કાર્યવાહી જોઈ શકે છે.
કોણ કોણ છે આરોપીઓ
સંસદમાં હુમલાનું કાવતરું રચવામાં કુલ 6 લોકો સામેલ હતા જેમાં સંસદની અંદર હુમલો કરનાર સાગર શર્મા, મનોરંજન અને સંસદ બહાર સ્મોક એટેક કરીને નારેબાજ કરનાર નીલમ અને અણમોલ ઝડપાઈ ગયાં છે જ્યારે 1 હજુ ફરાર છે, મદદગાર લલિત ઝાની પણ ધરપકડ થઈ ચૂકી છે.