દિલ્હીના કેથેડ્રલ ચર્ચ પહોંચ્યા PM મોદી : મોર્નિંગ પ્રેયરમાં સામેલ થયા,નાતાલની ઉજવણીમાં જોડાયા,બિશપે કરી વિશેષ પ્રાર્થના
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે નાતાલના અવસરે દિલ્હીના કૈથેડ્રલ ચર્ચની મુલાકાત લીધી હતી. તેમણે ત્યાં પ્રાર્થના સભામાં પણ ભાગ લીધો હતો. આ કૈથેડ્રલ માત્ર સૌથી જૂના ચર્ચોમાંનું એક નથી પણ દિલ્હીનું સૌથી મોટું ચર્ચ પણ છે. વડાપ્રધાને અહીં પ્રાર્થના સભામાં પણ ભાગ લીધો હતો અને લોકોને મેરી ક્રિસમસની શુભેચ્છા પાઠવી હતી. મોદી સાથે ચર્ચમાં ઘણા અન્ય લોકો હાજર હતા.
સોશિયલ મીડિયા પર ચર્ચના ફોટા પોસ્ટ કરતા મોદીએ લખ્યું હતું કે, “દિલ્હીના કૈથેડ્રલ ચર્ચ ઓફ ધ રિડેમ્પશનમાં નાતાલની સવારની પ્રાર્થનામાં હાજરી આપી હતી. આ પ્રાર્થના પ્રેમ, શાંતિ અને કરુણાના શાશ્વત સંદેશને પ્રતિબિંબિત કરે છે. મને આશા છે કે નાતાલની ભાવના આપણા સમાજમાં સંવાદિતા અને ભાઈચારો લાવશે.”
કૈથેડ્રલ ચર્ચ તેના સુંદર સ્થાપત્ય માટે જાણીતું છે. દર વર્ષે નાતાલ માટે અહીં ખાસ સજાવટ કરવામાં આવે છે. સમગ્ર દિલ્હીથી લોકો ભગવાન ઈસુ ખ્રિસ્તને પ્રાર્થના કરવા અને નાતાલની ઉજવણી કરવા માટે આ ચર્ચમાં આવે છે. પીએમ મોદીએ પહેલા પણ અહીં મુલાકાત લીધી છે.
પીએમ મોદીએ એક વીડિયો શેર કર્યો
બીજી પોસ્ટમાં પીએમ મોદીએ ચર્ચની તેમની મુલાકાતનો વીડિયો શેર કર્યો. તેમાં લખ્યું છે, “ક્રિસમસ નવી આશા, પ્રેમ અને દયા પ્રત્યેની સહિયારી પ્રતિબદ્ધતા લાવે.” ધ કૈથેડ્રલ ચર્ચ ઓફ ધ રિડેમ્પશન ખાતે નાતાલની સવારની પ્રાર્થના સભાની ઝલક પણ બતાવી હતી.
