પ્લીઝ, પ્લીઝ અમને અહીથી બહાર કાઢો !! ટેકઓફ પહેલા ન્યૂયોર્ક જતી ફ્લાઇટમાં લાગી આગ, મુસાફરોના જીવ તાળવે ચોટયા
અમેરિકામાં એક મોટી દુર્ઘટના ટળી હતી. હ્યુસ્ટન એરપોર્ટ પર યુનાઈટેડ એરલાઈન્સના વિમાનમાં ટેકઓફ કરતી વખતે આગ લાગી હતી. રિપોર્ટ અનુસાર, પ્લેન હ્યુસ્ટનના જ્યોર્જ બુશ ઈન્ટરનેશનલ એરપોર્ટથી ન્યૂયોર્ક માટે રનવે પર ઉડાન ભરવાનું હતું ત્યારે તેની એક વિંગમાં આગ લાગી ગઈ હતી. ન્યૂયોર્ક પોસ્ટના અહેવાલ મુજબ, રવિવારે (સ્થાનિક સમય) ટેકઓફ દરમિયાન યુનાઇટેડ એરલાઇન્સની ફ્લાઇટમાં આગ લાગી હતી. આ ઘટના જ્યોર્જ બુશ ઇન્ટરકોન્ટિનેન્ટલ એરપોર્ટ પર બની હતી. વિમાનની એક પાંખમાં અચાનક આગ લાગી ગઈ, જેના કારણે મુસાફરોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. હ્યુસ્ટન ફાયર ડિપાર્ટમેન્ટ (HFD) એ તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરી અને બધા મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા. રાહતની વાત એ છે કે આ ઘટનામાં કોઈને ઈજા થઈ હોવાના કોઈ અહેવાલ નથી.
A United Airlines flight from Houston to New York had to be evacuated after it caught fire during takeoff, according to the FAA.
— Breaking Aviation News & Videos (@aviationbrk) February 2, 2025
The FAA says that the crew of United Airlines Flight 1382 had to stop their takeoff from George Bush Intercontinental/Houston Airport due to a… pic.twitter.com/w0uJuvBdan
આ ભયાનક ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં મુસાફરો ડરેલા જોવા મળી રહ્યા છે. વીડિયોમાં, એક મુસાફર ” પ્લીઝ, પ્લીઝ, પ્લીઝ અમને અહીથી બહાર કાઢો” એમ બૂમો પાડતો સાંભળી શકાય છે. વિમાનમાં કુલ ૧૦૪ મુસાફરો અને ૫ ક્રૂ સભ્યો હતા. અહેવાલ મુજબ, આગ લાગવાનું કારણ હજુ સ્પષ્ટ નથી અને તપાસ ચાલુ છે. તાજેતરના સમયમાં હવાઈ મુસાફરી દરમિયાન બનતા અકસ્માતોએ સલામતી અંગે ઘણા પ્રશ્નો ઉભા કર્યા છે. મુસાફરોની સુરક્ષા માટે કડક નિયમો અને વધુ સારા પગલાં અપનાવવાની જરૂર છે.
ફ્લાઇટ અકસ્માતોનો સિલસિલો ચાલુ
આ ઘટના પહેલા શુક્રવારે રાત્રે ફિલાડેલ્ફિયામાં એક વિમાન ક્રેશ થયું હતું. આ અકસ્માત એક મોલ પાસે થયો હતો, જેમાં 7 લોકોના મોત થયા હતા અને 19 લોકો ઘાયલ થયા હતા. અહેવાલ મુજબ, લિયરજેટ 55 વિમાને નોર્થઈસ્ટ ફિલાડેલ્ફિયા એરપોર્ટથી ઉડાન ભરી હતી, પરંતુ થોડીવાર પછી રૂઝવેલ્ટ મોલ નજીક ક્રેશ થયું હતું. આ ઉપરાંત, બુધવારે વોશિંગ્ટન નજીક રીગન નેશનલ એરપોર્ટ પર અમેરિકન એરલાઇન્સનું વિમાન યુએસ આર્મી બ્લેક હોક હેલિકોપ્ટર સાથે અથડાયું હતું. આ ભયંકર ટક્કર બાદ બંને વિમાન પોટોમેક નદીમાં પડી ગયા. અમેરિકન અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ અકસ્માતમાં તમામ 67 લોકોના મોતની આશંકા છે.