પીજીવીસીએલના ઈજનેરે દુષ્કર્મ ગુજારી તરછોડી દેતા સિવિલ હોસ્પિટલની મહિલા કર્મીનો આપઘાતનો પ્રયાસ
સગીર હતી ત્યારથી સંબંધ બંધાયા બાદ ત્રણ વર્ષથી લિવઇનનો કરાર કર્યા*તો
રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતી એક યુવતી સાથે પીજીવીસીએલમાં ઈજનેરતરીકે નોકરી કરતાં શખ્સે લગ્નની લાલચ લીવ-ઈન રીલેશનશીપનો કરાર કરી છેલ્લા ત્રણ વર્ષથી સાથેરહી દુષ્કર્મ ગુજાર્યા બાદ તરછોડી દેતા યુવતીએઆપઘાતણો પ્રયાસ કરતાં તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. આ મામલે ગાંધીગ્રામ પોલીસે પીજીવીસીએલના ઇજનેર સામે ગુનો નોંધ્યો છે.
રેલનગર વિસ્તારમાં રહેતી અને સિવિલ હોસ્પિટલમાં એક વિભાગમાં ફરજ બજાવતી 23 વર્ષીય યુવતીઆપઘાતણો પ્રયાસ કરતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. યુવતીએ આપઘાતના પ્રયાસ પાછળ તેની સાથે દુષ્કર્મ ગુજારી તરછોડી દેનાર મોરબી બાયપાસ રોડ,સુંદરમ સીટી એપાર્ટમેન્ટમાં રહેતા પીજીવીસીએલમાં ડેપ્યુટી ઈજનેર અંકીત હરકીશન અગ્રાવતનું નામ આપતા ગાંધીગ્રામ પોલીસે આઈપીસી 376 (2) (એન) 4,6 તથા એટ્રોસીટીની કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો. ભોગ બનનાર યુવતી સગીર વયની હતી ત્યારથી તેનો સંપર્ક અંકિત સાથે થયો હતો બન્ને વચ્ચે પ્રેમ સબંધ બંધાયા બાદ અંકિતે લગ્નની લાલચ આપી હતીયુવતી પુખ્ત વયની થતા તેની સાથે લીવ-ઈન રીલેશનશીપનો કરાર કરી છેલ્લા ત્રણ વર્ષથી સાથે રહેતો હતો. પીજીવીસીએલ ના ઇજનેર અંકિતે મોરબી રોડ પર આવેલ સુંદરમ સીટી એપાર્ટમેન્ટના પોતાના ફલેટમાં તેમજ અલગ અલગ સ્થળોએ લઈ જઈ છેલ્લાછ વર્ષથી યુવતી સાથે શારીરિક સંબંધ બાંધી બાદમાં લગ્ન કરી લેવાનું કહેતા તું પછાત વર્ગમાંથી આવે છે માટે તારી સાથે લગ્ન નથી કરવા કહી તેમ કહી તરછોડી દેતા યુવતીને લાગી આવતા અંકિતના ઘરે જ એસીડ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આ બનાવની વધુ તપાસ એસીપી ભાર્ગવ પંડયાએ હાથ ધરી હતી.