લોકોને શેમાં મળી રાહત? વાંચો
જથ્થાબંધ મોંઘવારીનો દર કેટલો?
દેશના અર્થતંત્રમાં ઝડપથી પરીવર્તન આવી રહ્યું છે અને અપેક્ષા મુજબના પરિણામો મળી રહ્યા છે ત્યારે મોંઘવારીના મોરચા પર પણ રાહતના સમાચાર બહાર આવ્યા હતા અને મોંઘવારીની રફતાર ધીમી પડી હોવાનો અહેવાલ બહાર આવ્યો હતો. જે મુજબ જાન્યુઆરીમાં જથ્થાબંધ મોંઘવારીના દરમાં પણ ઘટાડો થયો હતો અને તે ઘટીને ૦.૨૭ ટકા પર આવી ગયો હતો.
ખાવાપીવાની ચીજોના ભાવમાં નરમ વલણ રહ્યું હતું અને તેને લીધે પાછલા મહિને મોંઘવારીમાં ઘટાડો નોંધાયો હતો. ૨૦૨૩ના ડિસેમબરમાં જથ્થાબંધ મોંઘવારીનો દર ૦.૭૩ ટકા હતો. આમ જાન્યુઆરીમાં મોંઘવારીના મોરચા પર ઘણી રાહત મળી હતી.
કેન્દ્રના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય દ્વારા આંકડા જારી કરવામાં આવ્યા હતા. અહેવાલમાં એમ પણ જણાવવામાં આવ્યું હતું કે, આગામી સમયમાં હજુ પણ ઘણો સુધારો થશે અને લોકોને વધુ રાહત મળવાની આશા છે. ૨૦૨૪ના જાન્યુઆરીમાં ખાદ્ય સામગ્રીનો મોંઘવારી દર ૬.૮૫ ટકા રહ્યો હતો. આમ હળવે-હળવે હવે મોંઘવારીમાં રાહત મળી રહી છે.