લોકોએ એક્સ પર વીનેશને હિંમત આપી અને જૂની ઘટનાઓ તાજી કરી
વીનેશ ફોગાટ સાથે ઓલિમ્પિકમાં બનેલી ઘટના અંગે દેશભરમાં ભારે ક્રોધની લાગણી બુધવારે જોવા મળી હતી અને સોશ્યલ મીડિયા પર લોકોએ પોતાનો ગુસ્સો ઠાલવ્યો હતો. એક્સ પર અનેક લોકોએ વીનેશની હિંમત વધારતી પોસ્ટ મૂકીને તેનો જુસ્સો વધારવાનો પ્રયાસ કર્યો હતો.
સાથે બ્રિજભૂષણ પરના આરોપોને પગલે બનેલી કેટલીક અપ્રિય ઘટનાઓની યાદ પણ લોકોએ તાજી કરી હતી અને એ સમયના આંદોલન અંગેની તસવીરો પોસ્ટ કરવામાં આવી હતી. એક તસવીરમાં વીનેશની ટીંગાટોળી કરવામાં આવી રહી છે તેવું પણ બતાવાયું હતું. સરકારે આ રમતવીરો સાથે અન્યાય કર્યો હતો તેની યાદ તાજી કરાઇ હતી.