- બોગસ એનસીસી કેમ્પ ગોઠવી આચરાયો અપરાધ , શાળાના આચાર્ય સહિત 11 ની ધરપકડ
તમિલનાડુના કૃષ્ણાગિરીમાં એનસીસી કેમ્પમાં સામેલ થવા આવેલી કેટલીક કન્યાઓ સાથે કંઈક એવું થયું હતું જેના કારણે તેઓ ખૂબ ડરી ગઈ હતી. આ કેમ્પ જ નકલી નીકળ્ય હતો , જ્યાં એક છોકરીની જાતીય સતામણી અને અન્ય 13 છોકરીઓની છેડતીનો મામલો સામે આવ્યો હતો.
કોલકાતાની આરજી મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં 31 વર્ષીય તાલીમાર્થી ડૉક્ટર પર દુષ્કર્મ અને હત્યાના વિરોધમાં દેશવ્યાપી આક્રોશ અને વિરોધ વચ્ચે આ ઘટના પ્રકાશમાં આવી છે. પોલીસે જણાવ્યું કે કેમ્પના આયોજક અને શાળાના આચાર્ય સહિત 11 લોકોની ધરપકડ કરવામાં આવી છે.
પોલીસે જણાવ્યું હતું કે શાળાને શિબિર માટે પસંદ કરાયેલા જૂથની પૃષ્ઠભૂમિની તપાસ પણ મળી નથી. તેમણે કહ્યું કે આ મહિનાની શરૂઆતમાં આયોજિત ત્રણ દિવસીય શિબિરમાં 17 છોકરીઓ સહિત કુલ 41 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. છોકરીઓએ આરોપ લગાવ્યો હતો કે તેમને એક ઓડિટોરિયમમાંથી બહાર લઈ જવામાં આવ્યા હતા જ્યાં તેમને રાખવામાં આવ્યા હતા અને તેમનું યૌન શોષણ કરવામાં આવ્યું હતું. તેમણે કહ્યું કે શિબિરનું નિરીક્ષણ કરવા માટે કોઈ શિક્ષક હતા નહીં.
પોલીસના જણાવ્યા અનુસાર ધરપકડ કરાયેલા લોકોમાં બે શિક્ષકો અને એક પત્રકાર પણ સામેલ છે. ખાનગી શાળામાં નેશનલ કેડેટ કોર્પ્સ એકમ નથી અને આયોજકોએ મેનેજમેન્ટને કહ્યું હતું કે આવા શિબિરનું આયોજન તેમને લાયક બનવામાં મદદ કરશે.
પોલીસ તપાસ કરી રહી છે કે આ ઘટના પાછળ કોઈ રેકેટ છે કે જે આવા નકલી કેમ્પ ચલાવે છે અને અન્ય શાળાઓમાં પણ આવા કેમ્પ યોજાયા છે કે કેમ ? પોલીસ દ્વારા પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સીસ એક્ટની સંબંધિત કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.
