પાકના સૈન્ય વડા મુનીરે મુકેશ અંબાણીના ફોટો સાથે બિઝનેસ મથકો પર હુમલાની આપી ધમકી, અમેરિકામાં ફરી ભારતની ઉશ્કેરણી કરી
ભારતના હાથે માર ખાધા બાદ પણ પાકના સૈન્ય વડા મુનીરે અમેરિકાની ધરતી પરથી ધમકી ચાલુ જ રાખી હતી. ભારતે રદ કરેલી સિંધુ જળ સંધી પર પણ વાત કરી હતી. તેમણે કહ્યું કે, સિંધુ જળ સંધી રદ કરવાના ભારતના નિર્ણયથી પાકિસ્તાનમાં 25 કરોડ લોકો ભૂખમરીનો સામનો કરી રહ્યા છે. ભારત ક્યારે બાંધ બનાવે છે તેની અમે રાહ જોઈ રહ્યા છીએ. તે બાંધ બનાવી લેશે પછી અમે 10 મિસાઈલ હુમલા કરીને બાંધ તોડી પાડીશું. અમારી પાસે મિસાઈલોની અછત નથી.
આ પણ વાંચો : પોસ્ટ ઓફિસની PLI અને RPLI યોજના તમારા માટે બેસ્ટ : ઓછા પ્રિમિયમમાં આપશે વધુ બોનસ,જુઓ વિડીયો
આ ઉપરાંત મુનિરે બધી જ શરમ નેવે મૂકીને પોતાના ભાષણ વખતે પવિત્ર ધર્મગ્રંથની આયત ટાંકીને બાજુમાં દેશના ટોચના બિઝનેસમેન મુકેશ અંબાણીની તસવીર બાજુમાં રાખીને કહ્યું હતું કે હવે ભારત હુમલો કરશે તો અમે પણ ભારતની બિઝનેસ સંપત્તિઓને નિશાન બનાવશું તેમ નવભારત ટાઈમ્સ અને ફાયનાન્સિલ એક્સપ્રેસના અહેવાલમાં જણાવાયું હતું.
આ પણ વાંચો : નાણામંત્રીએ લોકસભામાં રજૂ કર્યું નવું આવકવેરા બિલ : સિલેક્ટ કમિટીની મોટાભાગની ભલામણો સામેલ, કરોડો કરદાતાઓ પર થશે સીધી અસર
ઓપરેશન સિંદૂરમાં ભારતે પાકિસ્તાનને હરાવ્યા પછી પાકિસ્તાની આર્મી ચીફ મુનીરનો બે મહિનામાં બીજો અમેરિકા પ્રવાસ છે. અહીં આવીને તેણે ભારત વિરોધી ઝેર ઓકવાનું ચાલુ જ રાખ્યું હતું.
આ પહેલા જૂન 2025માં મુનીરે અમેરિકાના પાંચ દિવસના પ્રવાસમાં પ્રમુખ ટ્રમ્પ સાથે ડિનર ભોજન કર્યું હતું. આ સમયે અમેરિકા અને પાકિસ્તાને ઓઈલ ક્ષેત્રમાં સહયોગ માટે કરાર કર્યા હતા. અત્યારે મુનીર ફરી અમેરિકાની મુલાકાતે છે ત્યારે તેમણે અમેરિકાના વરિષ્ઠ નેતાઓ અને સૈન્ય નેતૃત્વ સાથે મુલાકાત કરી હતી.
