મ્યાનમારમાંથી 900થી વધુ કુકી ઉગ્રવાદીઓ મણીપુરમાં ઘૂસ્યા : સુરક્ષા એજન્સીઓ હાઈ એલર્ટ
મ્યાનમારમાંથી 900 કરતાં વધારે કુકી ઉગ્રવાદીઓ મણિપુરમાં પ્રવેશી ચૂક્યા હોવાના ઇન્ટેલિજન્સ રિપોર્ટ બાદ સુરક્ષા દળો ને હાઇ એલર્ટ પર મૂકી દેવામાં આવ્યા છે.આધુનિક શસ્ત્રો થી સજજ આતંકવાદીઓ 28 સપ્ટેમ્બર આસપાસ મોટો હુમલો કરી શકે છે તેવી આ રિપોર્ટમાં ચેતવણી આપવામાં આવી છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર ગુપ્તચર એજન્સીઓએ 16 મી સપ્ટેમ્બરે આ રિપોર્ટ આપ્યા બાદ રાજ્યના સુરક્ષા સલાહકારની અધ્યક્ષતામાં સેના, આસામ રાયફલસ,બીએસએફ,સીઆરપીએફ,પોલીસ તથા અન્ય સુરક્ષા એજન્સીઓની બેઠક મળી હતી જેમાં આ સંભવિત હુમલાના સંદર્ભમાં સુરક્ષા વ્યવસ્થા અંગે ચર્ચા કરવામાં આવી હતી.બાદમાં ચૂરચાંદપૂર,ફેરજાવલ,ટેંગનોપાલ,કામજોંગ અને ઉખરિલ જિલ્લા સહિત મ્યાનમાર સરહદ નજીકના પર્વતીય વિસ્તારોમાં સુરક્ષા દળોને હાઈ એલર્ટ પર મૂકી દેવાયા છે.
30 – 30 ના જૂથ દ્વારા એકસાથે મેઇતી ગામો પર હુમલાની ચેતવણી
રિપોર્ટમાં જણાવ્યા અનુસાર ડ્રોન આધારિત બોમ્બ, પ્રોજેક્ટાઇલ તથા મિસાઈલ ના ઉપ્યોગની ટ્રેનિંગ ધરાવતા 900 ઉગ્રવાદીઓ 30 – 30 ના જૂથમાં વહેચાઈ ગયા છે અને 28 મી તારીખ આસપાસ મેઈતી વસ્તી ધરાવતા ગામો પર એક સાથે હુમલા કરી શકે છે.
નોંધનીય છે કે 1 સપ્ટેમ્બર પછી મણિપુરમાં ફરી હિંસા ભડકી ઉઠી છે અને એ દરમિયાન ડ્રોન અને રોકેટ એ ટેકની ઘટનાઓ બની હતી જેમાં 11 લોકોના મૃત્યુ થયા હતા.