અફઘાનિસ્તાનના સંગઠનને જવાબદારી લીધી
પાકિસ્તાનમાં લશ્કરી થાણા પરઆતંકી હુમલો: 8 સૈનિકોના મોત.
પાકિસ્તાનના ખાઇબર પખતુનવાલામાં આવેલા પાકિસ્તાની સેનાના બાન્નુ કેન્ટોનમેંટ ઉપર અફઘાનિસ્તાનમાંથી પ્રવેશેલા આતંકવાદીએ કરેલા હુમલામાં આઠ પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા હતા.વળતા હુમલામાં તમામ 10 આતંકવાદીઓને પતાવી દેવાયા હોવાનો પાકિસ્તાનની સેનાના પ્રવક્તાએ દાવો કર્યો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ આ આર્મી બેઝ ઉત્તર વઝીરસ્તાન ના આદિવાસી વિસ્તારો સાથેની સરહદ પર આવેલો છે. અને એ વિસ્તારને આતંકવાદીઓનો ગઢ માનવામાં આવે છે. સમાચાર સંસ્થાના જણાવ્યા અનુસાર અફઘાનિસ્તાનના હાફિઝ ગુલ બહાદુર નામના ઇસ્લામિક આતંકવાદી સંગઠનના 10 આતંકીઓ પરોઢિયે આ લશ્કરી થાણા ઉપર ત્રાટક્યા હતા. સુરક્ષા દળોએ વળતો ગોળીબાર કર્યા બાદ આતંકવાદીઓએ વિસ્ફોટકો ભરેલું વાહન આર્મી બેસ ને દિવાલ સાથે અથડાવતા એ લશ્કરીમાં તકનો કેટલોક ભાગ તૂટી પડ્યો હતો.