રેશનકાર્ડ ધારકોને 5 જુલાઈ સુધીમાં ઘઉં-ચોખા વિતરણ કરવા આદેશ મોડું E-KYC કરાવનારને નહીં મળે જુન માસનું અનાજ
રાજકોટ શહેર અને જિલ્લામાં આગામી તા.5 જુલાઈ સુધીમાં જુલાઈ અને ઓગસ્ટ માસનો રેશનિંગનો જથ્થો વિતરણ કરી દેવા અન્ન અને નાગરિક પુરવઠા વિભાગે મુદતમાં વધારો કર્યો છે, જો કે, શહેરમાં ચાર્જમાં દુકાન ચલાવતા અનેક પરવાનેદારોને તા.5 મી સુધીમાં વિતરણ કરવું મુશ્કેલ હોવાની ફરિયાદ પણ ઉઠાવી છે.

આ પણ વાંચો : રાજકોટ પોલીસ પર હુમલો કરનારી ગેંગે બૂટલેગરના પુત્ર પર ફિલ્મી સ્ટાઈલે સોડા બોટલના ઘા કર્યા, વાંચો શું છે સમગ્ર મામલો
રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ દ્વારા મે માસમાં મે અને જૂન માસના અનાજ વિતરણ કરવા તેમજ જૂન માસમાં જુલાઈ અને ઓગસ્ટ માસનું એક સાથે વિતરણ કરવાના આદેશ બાદ ચાલુ જૂન માસ પૂર્ણ થવા છતાં હજુ સુધી અનેક રેશનકાર્ડ ધારકોને ઘઉં અને ચોખાનો જથ્થો મળ્યો ન હોવાથી પુરવઠા વિભાગ દ્વારા જૂલાઇ -ઓગસ્ટના વિતરણ માટે આગામી તા.5 જુલાઈ સુધીની મુદત વધારી છે. જો કે, આ મુદત વધવા છતાં પણ 13 જૂન સુધીમાં ઈ-કેવાયસી નહીં કરાવનાર રેશનકાર્ડ ધારકોને અનાજ નહીં મળી શકે તેમ સુત્રો જણાવી રહ્યા છે.