ઝોમેટો પરથી ફૂડ મગાવવુ પાંચ રૂપિયા મોંઘુ પડશે
ફૂડ ડીલેવરી પ્લેટફોર્મ ઝોમેટોએ તેની પ્લેટફોર્મ ફીમાં ૨૫ ટકાનો વધારો કર્યો છે અને તેનો અમલ પણ શરુ કરી દીધો છે. આ વધારો ગોલ્ડ મેમ્બર્સને પણ ચૂકવવો પડશે. હવે ગ્રાહકે પ્રતિ ઓર્ડર પાંચ રૂપિયા વધુ ચૂકવવા પડશે.
Zomato દ્વારા વસૂલવામાં આવતો આ ચાર્જ ડિલિવરી ચાર્જ ઉપરાંત વધારાનો ચાર્જ છે. જો કે, પહેલા Zomato ગોલ્ડ મેમ્બરએ ડિલિવરી ચાર્જ ચૂકવવો પડતો નહોતો પરંતુ તેમને પણ હવે પ્લેટફોર્મ ફી ચૂકવવી પડશે.
CEO દીપેન્દ્ર ગોયલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર તેમની માહિતી આપી હતી કે “આજે અમે ભારતની પ્રથમ ઓનલાઈન ઓર્ડર લેતી ટીમને ઈન્ટ્રોડ્યૂસ કરી રોમાંચિત છીએ. આ ટીમ તમારા બધા મોટા ઓર્ડર જેમ કે મોટા જૂથો, પાર્ટીઓ અને ઇવેન્ટ્સને સરળતાથી હેન્ડલ કરવામાં સક્ષમ હશે. આ ટીમ સંપૂર્ણપણે ઇલેક્ટ્રિક વાહનો પર આધારિત, 50 લોકો સુધી ઓર્ડર પહોંચાડવા માટે રચાયેલ છે.