Operation Sindoor : કેટલો હોય શકે ઓપરેશન સિંદુરનો સંભવિત ખર્ચ? જાણીને તમે પણ ચોંકી જશો
સંયુક્ત રાષ્ટ્રના વિદેશ બાબતોના મંચે પોતાના અભ્યાસમાં ખર્ચનો અંદાજ લગાવ્યો છે કે જો ભારત વર્તમાન સમયમાં નિયમિત યુદ્ધમાં સામેલ થાય છે, તો તેને લગભગ રૂ. 1460 કરોડથી રૂ. 5000 કરોડ. રોજનો ખર્ચ થાય. ઓપરેશન સિંદૂર માટે રોજના ખર્ચનો પણ અંદાજ બાંધવામાં આવ્યો છે.
અભ્યાસ અહેવાલ મુજબ, જો ભારત અને પાકિસ્તાન વચ્ચેનો સંઘર્ષ લંબાય છે અથવા સંપૂર્ણ યુદ્ધમાં ફેરવાય છે, તો નાણાકીય પરિસ્થિતિ પર ભારે દબાણ આવી શકે છે. કેટલાક મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 1999માં કારગિલ યુદ્ધ દરમિયાન ભારતને દરરોજ લગભગ 1460 કરોડ રૂપિયા ખર્ચવા પડતા હતા જ્યારે પાકિસ્તાને દરરોજ લગભગ 370કરોડ રૂપિયા ખર્ચવા પડતા હતા.
ઓપરેશન સિંદૂરનો સંભવિત ખર્ચ
- ઓપરેશનની અવધિ 4 દિવસ – 6 થી 10 મે
- સંભવિત પ્રતિ દિવસ ખર્ચ રૂપિયા 1460 થી 5 હજાર કરોડ
- અનુમાનિત કૂલ ખર્ચ રૂપિયા 5840 કરોડથી 20 હજાર કરોડ
- તુલના- કારગિલ યુધ્ધ 1999 પ્રતિ દિવસ રૂપિયા 1460 કરોડ
- મોંઘવારી વૃધ્ધિ 1999-2025 લગભગ 3.6 ગણી