ઓપરેશન મહાદેવ : શ્રાવણના પ્રથમ સોમવારે જ કાશ્મીરમાં સેનાનો પ્રચંડ પ્રહાર, માસ્ટરમાઈન્ડ મુસા સહિત 3 આતંકી ઠાર
એપ્રિલ 22ના રોજ દક્ષિણ કાશ્મીરના પહલગામમાં થયેલા પાક સમર્થિત આતંકવાદી હુમલાના 97 દિવસ પછી, દેશની સેનાએ બદલો લીધો છે. શ્રાવણના પ્રથમ સોમવારે જ જવાનોએ જાણે શિવ તાંડવ કરીને પહેલગામ હુમલાના રાક્ષસોને હણી નાખ્યા હતા . શ્રીનગરના લિડવાસ વિસ્તારમાં હાથ ધરાયેલા ‘ઓપરેશન મહાદેવ’ માં 3 પાકિસ્તાની આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા હતા. આ સાથે જ 26 નિર્દોષ લોકોના મોતનો બદલી લઈ લીધો હતો. બેસરણ ઘાંટીમાં પ્રવાસીઓને ધર્મ પૂછીને માર્યા ગયેલા આતંકવાદીઓમાં માસ્ટરમાઈન્ડ હાશિમ મુસા ઉર્ફે સુલેમાન અબુ હમઝા અને યાસીરનો સમાવેશ થાય છે. આ બધા પહેલગામ હુમલામાં સામેલ હતા. ચિનાર કોર્પ્સે આ માહિતી આપી છે અને પુષ્ટિ કરી છે કે આ કાર્યવાહી પહેલગામ હુમલા માટે જવાબદાર આતંકવાદી નેટવર્ક સામે જ કરવામાં આવી છે. મુસા લશ્કર એ ટોઈબાનો કમાન્ડર હતો.
Photographs from the hideout of Pakistan sponsored terrorists in Dachigam forest of Srinagar, Jammu & Kashmir. #OperationMahadev pic.twitter.com/zF3K29ZcTw
— Aditya Raj Kaul (@AdityaRajKaul) July 28, 2025
સેનાએ માહિતી આપી હતી કે આ આતંકીઓ છેલ્લા ઘણા દિવસોથી જંગલમાં છૂપાયેલા હતા અને બે દિવસ પહેલા જ એમની વાતચીત ઇન્ટરસેપ્ટ કરવામાં આવી હતી અને ત્યાર બાદ જવાનોએ સમગ્ર વિસ્તારને ઘેરો નાખી દીધો હતો. જવાનોએ ગોળીયુધ્ધમાં ત્રણેયને ઠાર કર્યા હતા .
ઓપરેશનનું મહત્વ
ઓપરેશન મહાદેવનું નામ ભગવાન શિવના નામ પરથી રાખવામાં આવ્યું હતું, જે કાશ્મીરમાં અમરનાથ યાત્રા અને આધ્યાત્મિકતાનું પ્રતીક છે. આ નામ આતંકવાદ સામે દૃઢ નિશ્ચય અને સાંસ્કૃતિક ગૌરવ દર્શાવે છે. અહેવાલો અનુસાર, માર્યા ગયેલા આતંકવાદીઓમાંથી બે પહેલગામ હુમલાના મુખ્ય કાવતરાખોર હતા, જેમાંથી એકની ઓળખ મુસા તરીકે થઈ છે.
Chinar Corps of the Indian Army launches anti-terror Operation Mahadev in the general area of Lidwas in Jammu & Kashmir pic.twitter.com/6vyf9z1FrW
— ANI (@ANI) July 28, 2025
માસ્ટરમાઈન્ડ મુસા પર 20 લાખનું ઈનામ હતું, પાકની એસએસજીનો સભ્ય હતો
સેનાએ આપેલી જાણકારી મુજબ ઠાર થયેલો પહેલગામ હુમલાનો માસ્ટરમાઈન્ડ હાશિમ મુસા પર છેલ્લા ઘણા સમયથી રૂપિયા 20 લાખનું ઈનામ હતું. જવાનો તેને શોધી રહ્યા હતા . આ આતંકી પાકિસ્તાનના સ્પેશ્યલ સર્વિસ ગ્રુપ એટલે કે એસએસજીનો સભ્ય હતો અને ભારત વિરોધી હુમલાઓમાં સામેલ હતો.
આ પણ વાંચો : 5 વર્ષની ઉંમરે ચેસ રમવાનું શરૂ કર્યું’ને આજે બની ચેસ વર્લ્ડકપમાં ચેમ્પિયન : 19 વર્ષીય દિવ્યા દેશમુખે રચ્યો ઇતિહાસ
ઓપરેશન મહાદેવ કેવી રીતે ચાલ્યું? કયા હથિયારો મળ્યા ?
એન્કાઉન્ટર પછી, સુરક્ષા દળોને આતંકવાદીઓ પાસેથી મોટા પ્રમાણમાં હથિયારો મળી આવ્યા છે, જેમાં અમેરિકન M4 કાર્બાઇન, AK-47 રાઇફલ, 17 રાઇફલ ગ્રેનેડ અને અન્ય શંકાસ્પદ સામગ્રીનો સમાવેશ થાય છે. આ ઓપરેશન પછી, વિસ્તારમાં સેના અને સુરક્ષા દળોની તૈનાતી વધારી દેવામાં આવી છે.
ગુપ્ત માહિતીના આધારે ઓપરેશન
અધિકારીઓએ માહિતી આપી કે ગુપ્ત માહિતીના આધારે સવારે સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન, બે વાર ગોળીબારનો અવાજ સંભળાયો, ત્યારબાદ સુરક્ષા દળોએ આતંકવાદીઓને ઘેરી લીધા અને તેમને ઠાર માર્યા હતા. ત્યાર બાદ પણ સર્ચ ઓપરેશન ચાલુ જ રાખવામાં આવ્યું છે .