દિલ્હીમાં આપ આઅને ભાજપ વચ્ચે કઈ બાબતો અંગે યુધ્ધ શરૂ થયું ? વાંચો
દિલ્હીમાં ચુંટણી પહેલા કેજરીવાલ અને દિલ્હી સરકારના વિભાગો તથા ભાજપ વચ્ચે આરોપો લગાડવાનો ખેલ શરૂ થઈ ગયો છે. આતિશી સરકાર દ્વારા જે સંજીવની અને મહિલા સમ્માન યોજનાની જાહેરાત થઈ છે તેના વિષે એવી હકીકત જણાવાઈ રહી છે કે આ ફ્રોડ છે અને આવી કોઈ યોજના છે જ નહીં. બીજી બાજુ દિલ્હીના મુખ્યમંત્રી આતિશીએ ભાજપના નેતા પર લોકોને રોકડ રૂપિયા વિતરણ કરવાનો આરોપ મૂક્યો હતો. તેનો જવાબ પણ ભાજપના નેતાએ આપી દીધો હતો.
દિલ્હી સરકારની યોજનાઓ વિરુદ્ધ સરકારી નોટિસથી સીએમ આતિશી નારાજ છે. તેમણે અખબારમાં યોજનાઓ વિરુદ્ધ જાહેરાત કરનારા અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની ચેતવણી આપી છે. મુખ્ય પ્રધાન આતિશીએ બુધવારે જણાવ્યું હતું કે મહિલા અને વૃદ્ધ કલ્યાણ પરની આમ આદમી પાર્ટી યોજનાઓ સંબંધિત અખબારોમાં જાહેર સૂચનાઓ પ્રકાશિત કરનારા અધિકારીઓ સામે વહીવટી અને પોલીસ કાર્યવાહી કરવામાં આવશે. આ સાચી કામગીરી છે.

ભાજપ નેતાના ઘરે કરોડો રૂપિયા પડ્યા છે , દરોડા પાડો; આતિશી
દરમિયાનમાં બુધવારે દિલ્હીના મુખ્યમંત્રી આતિશીએ પત્રકાર પરિષદમાં એવો આરોપ મૂક્યો હતો કે ચુંટણી પહેલા જ ભાજપના નેતા પરવેશ વર્મા દ્વારા લોકોને રોકડ રૂપિયાનું વિતરણ કરવામાં આવી થયું છે અને એમના ઘરે કરોડો રૂપિયા પડ્યા છે. જો ઇડી અથવા સીબીઆઇ દરોડા અત્યારે જ પાડે તો આ દલ્લો હાથમાં આવે તેમ છે. કેજરીવાલે પણ આ પ્રકારના આરોપ મુકતું નિવેદન કર્યું હતું.
વર્માએ કહ્યું,અમે દારૂ નથી વેચતા , સંસ્થા તરફથી સહાયતા કરી રહ્યા છીએ
અતિશીના આ ગંભીર આરોપ અંગે ભાજપના નેતા પરવેશ વર્માએ મીડિયા સામે એવી ચોખવટ કરી હતી કે અમારી સંસ્થા જે ૨૫ વર્ષથી સમાજ સેવાના કામ કરી રહી છે તેના દ્વારા લોકોને મદદ કરવામાં આવી છે અને કોરોના વખતે પણ અમારી સંસ્થા દ્વારા આવી સહાયતા કરાઇ હતી. જ્યારે કેજરીવાલ દારૂની બોટલ વેચી રહ્યા હતા ત્યારે અમે મદદ કરી રહ્યા હતા. મારા પિતાએ આ સંસ્થા બનાવી હતી અને અમે લોકોને સહાયતા કરીએ છીએ. અમે દારૂ વેચતા નથી.