હવે શેરની સામે 20 લાખના બદલે રૂપિયા 1 કરોડની લોન મળશે : રિઝર્વ બેન્કની જાહેરાત
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ ક્રેડિટ ફ્લો સુધારવા માટે કેટલાક મોટા અને મહત્વપૂર્ણ નિર્ણયો લીધા છે. શેર સામે લોન માટેની મહત્તમ મર્યાદા રૂપિયા 20 લાખથી વધારીને રૂપિયા 1 કરોડ કરવામાં આવી છે. આઇપીઓ રોકાણો માટે લોન માટેની મર્યાદા પણ રૂપિયા 10 લાખથી વધારીને રૂપિયા 25 લાખ કરવામાં આવી છે. અર્થતંત્રમાં ક્રેડિટની ઉપલબ્ધતા વધારવા માટે આ ફેરફારો કરવામાં આવ્યા છે. બેન્કે બુધવારે જાહેર કરેલી નાણા નીતિમાં રેપો રેટ 5.5 ટકા ઉપર યથાવત રાખ્યો છે. તહેવારોમાં લોનધારકોને કોઈ રાહત મળી નથી. છતાં અન્ય સુવિધાઓ જાહેર કરી હતી. જીડીપી વૃધ્ધિનો અંદાજ વધારીને 6.8 ટકા કર્યો છે. મોંઘવારી પણ ઘટશે તેવી આગાહી કરી છે.
ગવર્નર સંજય મલ્હોત્રાએ નાણાકીય નીતિ સમિતિની ત્રણ દિવસીય બેઠક દરમિયાન લેવાયેલા નિર્ણયોની જાહેરાત કરી. તેમણે જણાવ્યું હતું કે લિસ્ટેડ ડેટ સિક્યોરિટીઝ સામે લોન પરની નિયમનકારી ટોચમર્યાદા દૂર કરવાનો પ્રસ્તાવ છે અને બેંકો દ્વારા શેર સામે લોન માટેની મર્યાદા રૂપિયા 20 લાખથી વધારીને રૂપિયા 1 કરોડ કરવાનો પ્રસ્તાવ છે.
પ્રતિ વ્યક્તિ આઇપીઓ ફાઇનાન્સિંગ મર્યાદા રૂપિયા 10 લાખથી વધારીને રૂપિયા 25 લાખ કરવાનો પણ પ્રસ્તાવ છે. આનાથી નાણાકીય બજારમાં પ્રવાહિતા વધશે અને રોકાણકારોને વધુ સુવિધા મળશે. આમ આ બેઠકમાં કેટલાક મહત્વના નિર્ણય લેવાયા હતા. બેન્ક લોઇકોને અને વેપારીઓને સારી તક પૂરી પાડવા માંગે છે. જો એમ જ બન્યું તો ઘણા લોકો તેમ કરીને પણ સારા કામ કરી શકે છે. જો એમજ બન્યું તો અનેક વાર આ રીતે કામ થઈ શકે છે.
આ પણ વાંચો :LPG સિલિન્ડરના ભાવમાં 16 રૂપિયા વધ્યા : તહેવારની સિઝનમાં મોંઘવારીનો ઝટકો
રૂપિયો આંતરરાષ્ટ્રીય ખેલાડી બનશે
કેન્દ્રીય બેંકે ભારતીય રૂપિયાના વૈશ્વિક ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે ઘણા પગલાં પણ સૂચવ્યા છે. આમાં સ્થાનિક બેંકોને પડોશી દેશોના વ્યવસાયોને રૂપિયામાં ધિરાણ આપવાની મંજૂરી આપવાનો અને મુખ્ય વેપારી ભાગીદારોની ચલણો માટે સત્તાવાર સંદર્ભ વિનિમય દર સ્થાપિત કરવાનો સમાવેશ થાય છે. આ પગલાંથી રૂપિયાને આંતરરાષ્ટ્રીય સ્તરે વધુ સ્વીકાર્ય બનાવવામાં મદદ મળશે. શહેરી સહકારી બેન્કો માટે લાઇસન્સિંગ પ્રક્રિયા ફરી શરૂ કરવામાં આવશે
બેન્કોને ઓવરડ્રાફ્ટ ખાતા ખોલવા વધુ છૂટછાટ
રિઝર્વ બેંકએ બેંકો, નિકાસકારો અને સામાન્ય ગ્રાહકોને રાહત આપવા માટે ઘણી મોટી જાહેરાતો કરી છે. શહેરી સહકારી બેંકો માટે લાઇસન્સિંગ પ્રક્રિયા પર હવે એક પરામર્શ પત્ર તૈયાર કરવામાં આવી રહ્યો છે, જે 2004 થી અટકી ગઈ છે. બેંકોને ચાલુ ખાતા અને ઓવરડ્રાફ્ટ ખાતા ખોલવામાં પણ વધુ સુગમતા મળશે. નિકાસકારો માટે વિદેશી ચલણ ખાતામાંથી ભંડોળ ઉપાડવાની અંતિમ તારીખ એક મહિનાથી વધારીને ત્રણ મહિના કરવામાં આવી છે.
