હવે વડાપ્રધાન સમક્ષ મંત્રીઓ આપશે કામનો હિસાબ: 2 માર્ચ સુધી અહેવાલ આપવો ફરજિયાત, આગામી કેબિનેટ બેઠકમાં પરીક્ષા
વડાપ્રધાન મોદીના નેતૃત્વ હેઠળ ‘મોદી 3.0’ ના સુધારાઓને વેગ આપવા માટે, કેન્દ્રીય મંત્રીઓને આઆગામી કેબિનેટ બેઠકમાં પરીક્ષાગામી કેબિનેટ બેઠકમાં પોતપોતાનાં મંત્રાલયો સંબંધિત મુખ્ય સુધારાઓ વ્યક્તિગત રીતે રજૂ કરવા સૂચના આપવામાં આવી છે. 2 માર્ચ સુધી જમા થનાર અહેવાલમાં ‘જીવન જીવવાની સરળતા’ અને ‘વ્યવસાય કરવાની સરળતા’ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. વડાપ્રધાનની હાજરીમાં જ બધાના કામની સમીક્ષા થશે માટે મંત્રાલયોમાં હલચલ મચી ગઈ છે અને બધા કામે લાગી ગયા છે.
મંગળવારે નવા પ્રધાનમંત્રી કાર્યાલય ‘સેવા તીર્થ’ ખાતે કેબિનેટ બેઠક પછી તરત જ એક સંદેશાવ્યવહારમાં, કેબિનેટ સચિવ ટીવી સોમનાથે તમામ મંત્રાલયોને જણાવ્યું હતું કે પીએમ મોદીએ તેમની ઇચ્છા વ્યક્ત કરી છે કે તમામ મંત્રીઓ આગામી કેબિનેટ બેઠકમાં મુખ્ય સુધારાઓ રજૂ કરે અને તારીખ યોગ્ય સમયે જાહેર કરવામાં આવશે.
આ નિર્ણય પછી, મંગળવાર સાંજથી બધા મંત્રાલયો વધારાના સક્રિય મોડ પર છે. મુખ્ય ધ્યાન મોદીના નેતૃત્વ હેઠળની સરકારના ત્રીજા કાર્યકાળમાં દરેક મંત્રાલયે કરેલા કામ નીતિઓ, સૂચનાઓ, નિયમો અને કામ લોકોને ધ્યાનમાં રાખીને કરાયા છે કે નહિ તેની ચકાસણી થશે.
મંત્રાલયોને કહેવામાં આવ્યું છે કે તેઓ 2 માર્ચ સુધીમાં સૌથી મહત્વપૂર્ણ સુધારાઓની બે પાનાની સમીક્ષા કેબિનેટ સચિવને મોકલે, જે તેમના મંત્રીઓ રજૂ કરશે. આ સુધારાઓનો હેતુ સામાન્ય નાગરિકોના જીવનને સરળ બનાવવા અને વ્યવસાયો માટે નિયમો ઘટાડવાનો છે.
