હવે ટ્રમ્પ દુનિયા આખીને કઈ રીતે ડરાવવા માંગે છે ? શું કરે છે વિચાર ? જુઓ
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દેશમાંથી ગેરકાયદે ઇમિગ્રન્ટ્સને કાઢવામાં સફળ રહ્યા છે. સત્તામાં આવ્યા પછી, ભારત, બ્રાઝિલ, અલ સાલ્વાડોર, મેક્સિકો સહિત ઘણાં દેશોના હજારો લોકોને પરત મોકલવામાં આવ્યા છે. આ દરમિયાન હવે તે 227 વર્ષ જૂનો કાયદો લાવવાની તૈયારી કરી રહ્યા છે જે દરેક બિન-અમેરિકનો માટે ખતરો સાબિત થઈ શકે છે. તેમના નિર્ણયને કોર્ટમાં પડકારવાની પણ ચર્ચા છે,જો કે હજુ આ કાયદા પર વિચાર ચાલી રહ્યો છે . નાગરિકતા હોય તો પણ એમને દેશની બહાર કરવાની આ કાયદામાં જોગવાઈ છે .
પરંતુ જો તે કાયદાનો અમલ થાય તો અમેરિકા સહિત સમગ્ર વિશ્વમાં ભારે હલચલ મચાવશે. આ કાયદો છે, એલિયન એનિમી એક્ટ 1798 જે પ્રમુખને રાષ્ટ્રીય હિતના નામે કોઈપણ બિન-અમેરિકન લોકોને દેશમાંથી હાંકી કાઢવાની સત્તા આપે છે.
એલિયન એનિમી એક્ટ 1798 વોરટાઈમ માટે હતો અને ડોનાલ્ડ ટ્રમ્પ આ કાયદો સામાન્ય પરિસ્થિતિઓમાં લાગુ કરવા માંગે છે. આ અંગે વિવાદ ચાલી રહ્યો છે અને આ કાયદાને પડકાર આપવાની તૈયારીઓ ચાલી રહી છે. છતાં ટ્રમ્પ જે રીતે પોતાના ઈરાદાઓ પર કામ કરી રહ્યા છે તે જોતાં, લોકોમાં ડર પેદા થવો સ્વાભાવિક છે.
આ કાયદામાં કહેવામાં આવ્યું છે કે, ‘જ્યારે પણ અમેરિકા અને અન્ય કોઈપણ દેશ વચ્ચે યુદ્ધ થાય છે, ત્યારે અમેરિકન પ્રમુખ પાસે બિન-અમેરિકન લોકો અંગે નિર્ણય લેવાની સત્તા હશે.’ તે ખાસ કરીને 14 વર્ષ અને તેથી વધુ ઉંમરના લોકો અંગે નિર્ણયો લઈ શકે છે અને તેમને દેશમાંથી બહાર પણ કાઢી શકાય છે.
હાલમાં ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટીતંત્ર કાયદાનો અમલ કેવી રીતે કરવો તે અંગે વિચાર કરી રહ્યું છે. જો કે આ મુદ્દે અમેરિકામાં મોટો કાયદાકીય સંઘર્ષ પણ ખેલાઈ શકે છે કારણ કે આ વિચાર સામે અત્યારથી જ વિરોધ દેખાઈ રહ્યો છે.
