પેનલે કરી ભલામણ, હિન્દુ રાજાઓની જીત પણ ભણાવવા માટે મંજૂરીનો પ્રસ્તાવ
ઈન્ડિયા અને ભારત વચ્ચેનો વિવાદ જલ્દી દૂર થશે તેવું લાગે છે કારણ કે હવે ભારત નામ શૈક્ષણિક વ્યવસ્થામાં આવી જવાનો છે. ભણતર માં ભારત શબ્દનો ઊપયોગ થવાનો છે. નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ એનસીઈઆરટીના પુસ્તકોમાં હવે ઈન્ડિયાનું નામ બદલીને ‘ભારત’ કરવામાં આવશે.
એન સી ઈ આર ટી દ્વારા રચાયેલી સમિતિએ આ મુજબનો પ્રસ્તાવ આપ્યો છે. આ માટે 19 સભ્યોની રાષ્ટ્રીય અભ્યાસક્રમ અને અધ્યાપન સામગ્રી સમિતિ એનેસટીસીની રચના કરવામાં આવી હતી. બધા જ સભ્યોની સંમતિથી આ પ્રસ્તાવ અપાયો છે.
વિપક્ષી ગઠબંધને તેનું નામ બદલીને ઈન્ડિયા રાખ્યા બાદ આ મુદ્દે સતત ચર્ચા ચાલી રહી છે. પેનલના સભ્યોમાંથી જણાવવામાં આવ્યુ હતું કે આ દરખાસ્ત થોડા મહિના પહેલા જ કરવામાં આવી હતી જો પ્રસ્તાવ મંજૂર થશે તો એન સી ઈ આર ટી ના પુસ્તકોના આગલા સેટમાં આ બદલાવ દેખાઈ શકે છે.
પેનલ દ્વારા નામ બદલવા ઊપરાંત પુસ્તકોમાં હિન્દુ રજાઓની જીત અને એવા ગૌરવને પણ ભણાવવા માટે મંજૂરીનો પ્રસ્તાવ મોકલ્યો છે. આ વિવાદ ત્યારે ઊભો થયો હતો જ્યારે જી -20 ભોજનના આમંત્રણ પત્રમાં ઇન્ડિયાના સ્થાને ભારત શબ્દ લખાયો હતો. ત્યારબાદ વિપક્ષે આ મુદ્દો જોરશોરથી ઊઠાવ્યો હતો.
જો કે ત્યારબાદ પણ અનેકવાર જાહેર મંચ પર ઇન્ડિયાના બદલે ભારત શબ્દ લખાયેલો જોવા મળ્યો હતો. વડાપ્રધાનના અનેક કાર્યક્રમોમાં એમના નામ સાથે નેમ પ્લેટમાં ઇન્ડિયાના બદલે ભારત લખાયું હતું.
અભ્યાસક્રમમાં તમામ વિષયોમાં ભારતીય જ્ઞાન પ્રણાલી એટલે કે ઈન્ડિંયન નૉલેજ સિસ્ટમની શરુઆત પણ આ નવા ફેરફારનો એક ભાગ છે. આ સમિતિ તે 25 સમિતિઓમાંથી એક છે જે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 મુજબ અભ્યાસક્રમમાં ફેરફાર કરવા માટે કેન્દ્રીય સ્તરે પેનલ સાથે કામ ચાલી રહ્યું છે.
