બાબા સામે એક્શન નહીં : આયોજકો સામે જ એફઆઇઆર
શું બાબાને બચાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે ? રોષભેર ઉઠ્યો સવાલ : રાષ્ટ્રીય મહિલા પાંચ લાલઘૂમ ; મૃતકોમાં સૌથી વધુ મહિલાઓ હતી
ઉત્તરપ્રદેશના હાથરસમાં સર્જાયેલી નાસભાગની દુર્ઘટનાથી આખો દેશ હચમચી ગયો છે. ધાર્મિક સત્સંગમાં મચેલી નાસભાગમાં અનેક લોકો જીવ ગુમાવી ચૂક્યા છે ત્યારે તંત્ર અને સરકાર એક્શન મોડમાં દેખાઈ રહી છે. દુર્ઘટના પાછળના જવાબદાર લોકો સામે કાર્યવાહી કરતાં પોલીસે સત્સંગના આયોજકો સામે એફઆઈઆર નોંધી લીધી છે. બાબા સામે કોઈ કાર્યવાહી થઈ નથી અને એફઆઇઆરમાં પણ એમનું નામ નથી. બાબાને બચાવવાનો પ્રયાસ થઈ રહ્યો હોવાની શંકા પણ ઉઠી રહી છે. મહિલા પંચના વડા રેખા શર્માએ એમ કહ્યું હતું કે મરનારમાં સૌથી વધુ મહિલાઓ હતી.
એફઆઈઆરમાં ચ બાબાનું નામ જ તેમાં સામેલ ના હોવાથી રાષ્ટ્રીય મહિલા પંચ દ્વારા પણ માંગણી કરાઇ છે કે એમનું નામ સામેલ કરવામાં આવે. . ઉલ્લેખનીય છે કે મુખ્ય પ્રવચનકર્તા સૂરજપાલ ઉર્ફે ભોલે બાબાના મુખ્ય સેવાદાર સહિત અન્ય આયોજકો સામે આ મામલે એફઆઈઆર દાખલ કરવામાં આવી છે.
આયોજકોમાં કોણ કોણ સામેલ?
હાથરસમાં આ સત્સંગનું આયોજન સિંકદરારાઉમાં આવેલ ફુલરઈ મુગલગઢી ગામમાં મંગળ મિશન સદભાવના સમાગમ સમિતિ દ્વારા કરાયું હતું. તેના મુખ્ય આયોજક દેવપ્રકાશ મધુકર (એન્જિનિયર) હતા. તેમની સાથે સહ આયોજકોમાં મહેશ ચંદ્ર, અનાર સિંહ, સંજુ યાદવ, ચંદ્રદેવ અને રામપ્રકાશ સામેલ હતા. પોલીસે તમામ આરોપીઓ સામે કેસ નોંધી લીધો છે.