અનામતમાં નીતિશનો નવો દાવ વિધાનસભામાં અનામતનો દાયરો ૫૦થી વધારીને ૭૫ ટકાનો પ્રસ્તાવ મૂક્યો
રાજકીય હરીફોને હંફાવવાનો માસ્ટર પ્લાન
આપણા દેશમા ચુટણી આવે ત્યારે પાંચમની છઠ્ઠ કરવા માટે પણ રાજકીય પક્ષો અને નેતાઓ કસરત કરી લેતા હોય છે. અત્યારે વિધાનસભાની ચુંટણીઓનો માહોલ છે ત્યારે બિહારના મુખ્યમત્રી નીતિશ કુમારે અનામતને લઈને એક નવો દાવ રમીને ચર્ચા જગાવી છે. પછાત વર્ગ અને ઓબીસીના નામે અનામતનો દાવ રમીને નીતિશ કુમારે અન્ય રાજ્યોને પણ આ પ્રકારના પગલા ભરવાનો પરોક્ષ રસ્તો બતાવ્યો હોય તેવુ દેખાય છે. બિહાર વિધાનસભામાં જાતિ આધારિત જનગણનાનો વિસ્તૃત અહેવાલ રજૂ થયા બાદ તેના પરની ચર્ચા દરમિયાન નીતિશ કુમારે અનામતનો દાયરો ૫૦ ટકાથી વધારીને ૭૫ ટકા કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. ઇડબ્લ્યુએસના ૧૦ ટકાને ભેળવીને અનામત કુલ ૭૫ ટકા કરવાનો આ પ્રસ્તાવ હતો. નીતિશ કુમારે રાજ્યની વસ્તીના અનુપાતમાં અનામત આપવાનો નવો દાવ બતાવ્યો છે. મૂળ ક્વોટાની સીમા ૫૦ થી વધારીને ૬૫ ટકા કરવાના પ્રસ્તાવ સાથે નબળા આર્થિક વર્ગ માટેના ૧૦ ટકાને ભેળવીને કુલ ૭૫ ટકા અનામતનો નીતિશ કુમારનો હિસાબ કિતાબ બધા માટે આશ્ચર્ય ઉભો કરી ગયો છે. જો કે આ દાવ કેટલા અશે એમને સફળતા અપાવશે તે તો સમય આવ્યે જ ખબર પડશે.
નીતિશ કુમારે વિધાનસભા ગૃહમાં આ પ્રસ્તાવ મુદ્દે છણાવટ કરી હતી અને કહ્યુ હતુ કે, એસસી માટે વર્તમાન ૧૬ ટકા અનામતને વધારીને ૨૦ ટકા કરવામા આવશે. જ્યારે એસટી માટે વર્તમાન ૧ ટકાથી વધારીને ૨ ટકા કરી દેવાશે. જ્યારે ઇબીસી એટલે કે અત્યત પછાત વર્ગ અને ઓબીસીને ભેળવીને કુલ ૪૩ ટકા અનામત આપવામા આવશે. એમણે ગૃહમાં ચર્ચા દરમિયાન એવો દાવો પણ કર્યો હતો કે, બિહારમાં મહિલાઓના સાક્ષરતા દરમાં વધારો થયો છે. ક્નયાઓ ભણેલી હશે તો જન સખ્યા પણ નિયત્રિત રહેશે. આ નિવેદન પર મહિલા ધારાસભ્યો નારાજ થઈ ગઈ હતી અને કેટલીક મહિલાઓએ હાસ્ય વેરીને મજાક ઉડાડી હતી.